બિહારઃ ધો-10 બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર, ટોપ પાંચમાં ચાર વિદ્યાર્થિનીઓનો સમાવેશ
બિહાર બોર્ડે ધોરણ 10ના 16.49 લાખ વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કર્યું છે. બિહારના શિક્ષણ મંત્રી વિજય ચૌધરીએ પરિણામની જાહેરાત કરી હતી. BSEB એ તેની સત્તાવાર વેબસાઈટ પર બરાબર બપોરે 3 વાગ્યે બોર્ડના પરિણામો જાહેર કર્યા હતા. આ વર્ષે બિહાર બોર્ડમાંથી 10મા ધોરણમાં 79.88 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. આ સાથે ઔરંગાબાદ જિલ્લાના દાઉદ નગરના રમાની રાય ટોપ પર છે. આ સાથે જ 4 વિદ્યાર્થીનીઓએ ટોપ 5માં સ્થાન મેળવ્યું છે.
બિહાર સ્કૂલ એક્ઝામિનેશન બોર્ડ (BSEB) એ ધોરણ 10 ની પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે. શિક્ષણ મંત્રી વિજય કુમાર ચૌધરીએ પરિણામ જાહેર કર્યું છે. બિહાર બોર્ડ મેટ્રિક પરિણામ જાહેર થયા પછી, તમામ વિદ્યાર્થીઓ બોર્ડની સત્તાવાર વેબસાઇટ biharboardonline.bihar.gov.in દ્વારા તેમનું પરિણામ ચકાસી શકે છે. બિહાર બોર્ડની 10મીની પરીક્ષામાં લગભગ 17 લાખ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. બોર્ડ દ્વારા 10મીની પરીક્ષા 17 ફેબ્રુઆરીથી 24 ફેબ્રુઆરી 2022 દરમિયાન લેવામાં આવી હતી. જ્યારે, આ પરીક્ષાની આન્સર કી 8 માર્ચે બહાર પાડવામાં આવી હતી અને 11 માર્ચ, 2022 સુધી વિદ્યાર્થીઓ પાસેથી વાંધા માંગવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ ગુજરાતમાં ધો-10 અને 12ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. ધો-10માં લગભગ 9 લાકથી વધારે વિદ્યાર્થીઓ નોંધાયાં છે. આજે ધો-10માં સ્ટાનડર્ડ ગણિતની પરીક્ષા હતી. ગણિતનું પેપર સરળ રહ્યાંનું વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું. સોમવારે ધો-10ની વિજ્ઞાનની પરીક્ષા યોજાશે.