દિલ્હીઃ દેશભરમાં સતત ટ્રેન અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે ફરી એક વખત બિહારમાં ટ્રેન પાટા પરથી ઉચરી જવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણેદિલ્હીથી કામાખ્યા જઈ રહેલી નોર્થ એક્સપ્રેસ બુધવારે રાત્રે બિહારમાં અકસ્માતનો ભોગ બની હતી.
બક્સર જંક્શનથી ટ્રેન ઉપડ્યાના થોડા સમય બાદ રઘુનાથપુર પૂર્વ ગુમતી પાસે આ અકસ્માત થયો હતો. અત્યાર સુધી ટ્રેનના 24 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે, જેમાંથી બે બોગી પલટી ગઈ છે. એક ડબ્બો પાટા પરથી ઉતરીને બીજી સાથે અથડાઈને તેની બાજુ પર પડ્યો છે.
ઈસ્ટ સેન્ટ્રલ રેલવેના અધિકારીઓએ કહ્યું છે કે ઘાયલો અંગે કોઈ ચોક્કસ માહિતી નથી. ટ્રેનના કેટલા ડબ્બા પાટા પરથી ઉતરી ગયા તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. જિલ્લા પ્રશાસને 60 થી 70 લોકો ઘાયલ થયા હોવાની પુષ્ટિ કરી છે.
આ સહીત ઘટના સ્થળે રાહત કાર્યમાં લાગેલા લોકોએ જણાવ્યું કે અત્યાર સુધીમાં ચાર મૃતદેહો મળી આવ્યા છે. જિલ્લા મેજિસ્ટ્રેટે પણ ચાર મૃત્યુની પુષ્ટિ કરી છે. રાહત કાર્યમાં લાગેલા લોકોએ માહિતી આપી છે કે 50-52 લોકો ઘાયલ થયા છે.