- મિથિલાના મખનાને સરકારે આપ્યું જીઆઈ ટેગ
- વિશ્વભરમાં વખાણાશે મિથિલાના મખના
- ખેડૂતોમનાં ખુશીની લહેર
પટનાઃ- ભારત ભરના રાજ્યોમાં ઘણી બધી વ્સતુઓ કે ખોરાક જાણીતા છે, તેજ રીતે જો મખાનાની વાત કરીએ તો તે બિહારના મિથિલાના વખાણાય છે. ત્યારે હવે તે વિશઅવભરમાં પણ વખાણાશે ,સરકારે હવે અહીના મખાનાને જીઆઈ ટેગ પ્રદાન કર્યું છે.
ઉલ્લેખનીય છે કે વિવિધ પ્રદેશોમાં જોવા મળતા 90 ટકા થી વધુ મખાના અહીંથી આવે છે. કેન્દ્ર સરકારે મિથિલાના માખાને જીઆઈ ટેગ એટલે કે જિયોગ્રાફિકલ ઈન્ડિકેશન ટેગ આપ્યો છે. આ સાથે હવે માખાના ઉત્પાદકો તેમના ઉત્પાદકોને વધુ સારા ભાવ મેળવી શકશે.કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે હાલમાં જ ટ્વિટર પર આ માહિતી શેર કરી હતી. તેમણે લખ્યું- હવે ખેડૂતોને નફો મળશે અને કમાવું સરળ બનશે.
GI Tag से पंजीकृत हुआ मिथिला मखाना,
किसानों को मिलेगा लाभ और आसान होगा कमाना।त्योहारी सीजन में मिथिला मखाना को Geographical Indication Tag मिलने से बिहार के बाहर भी लोग श्रद्धा भाव से इस शुभ सामग्री का प्रयोग कर पाएंगे। pic.twitter.com/SzSOlsugRB
— Piyush Goyal (@PiyushGoyal) August 20, 2022
શું છે મખાના
મખાણા મૂળભૂત રીતે પાણીથી ઉગાડવામાં આવતો પાક છે.તેમાં 9.7 ગ્રામ પ્રોટીન અને 14.4 ગ્રામ ફાઇબર હોય છે. સાથે જ તે કેલ્શિયમનો સારો સ્ત્રોત પણ છે. જાણો શું છે GI ટેગ શું છે અને તેનું મહત્વ શું છે.
શું છે આ આઈજી ટેગ
સંસદે ડિસેમ્બર 1999માં ઉત્પાદનની નોંધણી અને સુરક્ષા માટે કાયદો પસાર કર્યો હતો. જેને અંગ્રેજીમાં ભૌગોલિક સંકેતો (રજીસ્ટ્રેશન એન્ડ પ્રોટેક્શન) એક્ટ, 1999 કહેવામાં આવતું હતું. તેનો અમલ 2003માં થયો હતો. આ અંતર્ગત ભારતમાં મળતા ઉત્પાદનોને જીઆઈ ટેગ આપવાની પ્રક્રિયા શરૂ થઈ.
આનાથી કોઈપણ ઉત્પાદનની ઓળખ સાથે ચેડાં અથવા અન્ય કોઈપણ જગ્યાએ તેનો ગેરકાયદેસર ઉપયોગ અટકાવવામાં મદદ મળે છે.આ રીતે હસ્તકલાને પણ આ ટેગ આપવામાં આવે છે. તેના કેટલાક ઉદાહરણો બનારસની સાડી, પાટણના પટોળા, ઓડિશાના રસગુલ્લા, બિકાનેરના ભુજિયા વગેરે છે. આ સિવાય બાસમતી ચોખા એ GI ટેગનું એક ઉદાહરણ છે