Site icon Revoi.in

બિહારના સુલતાનગંજનું પણ બદલાશે નામ, અજગૈવીનાથ ધામથી ઓળખાશે – શ્રાવણમેળાનું ઉદ્ધાટન કરતા ડિપ્ટી પીએમનું એલાન

Social Share

પટનાઃ- દેશભરમાં શ્રાવણ નહિનાનો આરંભ થઈ ચૂક્યો છે ઘણા ઘાર્મિક સ્થળોએ શ્રાવણ મહિનાના મેળાનો આરંભ થઈ ચૂક્યો છે ત્યારે બિહારમાં પણ શ્રાવણ મહિનાના મેળાનો આરંભ કરવામાં આવ્યો છે ત્યારે હવે યુપીની તર્જ પર અનેક સ્થળોના નામ બદલવામાં આવી રહ્યા છે જેમાં ઝારખંડના શહરે સુલતાનપુરની નામ પણ બદલાની ઘોષણા કરાઈ છે.

ભાગલપુરના સુલતાનગંજમાં બિહાર-ઝારખંડના વિશ્વ પ્રસિદ્ધ શ્રાવણી મેળાનું ઉદ્ઘાટન  દરમિયાન સુલતાનગંજનું નામ બદલીને બાબા અજગૈવીનાથ ધામ કરવાની જાહેરાત કરવામાં આવી છે.

આ બાબતે  બિહારના નાયબ મુખ્યમંત્રી તાર કિશોર પ્રસાદે કહ્યું કે સરકાર સુલતાનગંજનું નામ બદલીને બાબા અજગૈવીનાથ ધામ કરવા પર ગંભીરતાથી વિચાર કરશે. જે સામાન્ય વહીવટ વિભાગને મોકલવામાં આવશે. બાદમાં કોઈ વિવાદ ન થાય તે માટે નામકરણ અંગે સર્વસંમતિ સાધવાના પ્રયાસો કરવામાં આવશે.

આ અગાઉ સ્થાનિક ધારાસભ્ય સહિત અનેક વક્તાઓએ શ્રાવણી મેળાને રાષ્ટ્રીય મેળો જાહેર કરવા અને સુલતાનગંજનું નામ બદલવાની માંગ કરી હતી. જેના પર નાયબ મુખ્યમંત્રીએ પહેલ કરવાની ખાતરી આપી હતી.ત્યારે હવે આ મામલે ગંભીરતાથી વિચાર કરવામાં આવશે.આ દરમિયાન મહેસૂલ અને જમીન સુધારણા કમ જિલ્લા પ્રભારી મંત્રી રામસુરત કુમારે જણાવ્યું હતું કે સમય આવશે ત્યારે કેન્દ્ર સરકાર પણ રાષ્ટ્રીય મેળાનો દરજ્જો આપશે.

જાણો સુલતાનગંજની ખાસિયતો