Bilaspur Lok Sabha Election 2024: કૉંગ્રેસના કિલ્લાને ભાજપે બનાવ્યો પોતાનો ગઢ, સતત 7 ચૂંટણીઓથી લહેરાય છે કેસરિયો
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024ની તારીખોની ઘોષણા પહેલા દેશભરમાં રાજકીય ગતિવિધિઓ શરૂ થઈ ગઈ છે. તમામ રાજકીય પક્ષોએ અત્યારથી ચૂંટણીઓની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ કડીમાં છત્તીસગઢની 11 લોકસભા બેઠકોમાંથી એક બિલાસપુર લોકસભા બેઠક એક મહત્વપૂર્ણ સીટ છે. બસ્તર લોકસભા સીટ પર હાલમાં ભાજપના અરુણ સાવ સાંસદ છે. આ બેઠક ભાજપના ગઢ તરીકે ઓળખાય છે.
બિલાસપુર લોકસભા બેઠકનું ત્રણ વાર સીમાંકન થયું છે. શરૂઆતમાં આ સામાન્ય વર્ગ માટે અનામત હતીચ. બાદમાં તેમાં ફેરફાર કરીને તેને અનુસૂચિત જાતિ વર્કગ માટે અનામત કરવામાં આવી. 2009માં તેને ફરી એકવાર સામાન્ય બેઠક જાહેર કરવામાં આવી. 1996થી આ બેઠક ભાજપના કબજામાં છે. 1996થી 2004ની વચ્ચે ચાર વખત લોકસભા ચૂંટણીમાં ભાજપના પુન્નૂલાલ મોહલે અહીંથી સાંસદ રહ્યા છે. મોહલેના નામે સતત ચૂંટણી જીતવાનો રેકોર્ડ પણ રહેલો છે.
લોકસભા ચૂંટણી 2019ના પરિણામ-
બિલાસપુર લોકસભા બેઠક પર ભાજપના અરુણ સાવે કોંગ્રેસના અટલ શ્રીવાસ્તવને 1,41,763 વોટથી મ્હાત આપી હતી. ભાજપના અરુણ સાવે 6.34 લાખ વોટ પ્રાપ્ત કર્યા હતા. જ્યારે કોંગ્રેસના અટલ શ્રીવાસ્તવને 4.92 લાખ વોટ મળ્યા હતા. બીએસપીના ઉત્તમદાસને 21,180 વોટ મળ્યા હતા અને તેવો ત્રીજા સ્થાને હતા.બિલાસપુર બેઠક પર 4365 લોકોએ નોટાને વોટ કર્યો હતો. કુલ મળેલા વોટમાં ભાજપને 52.47 ટકા, કોંગ્રેસને 40.75 ટકા, બીએસપીને 1.75 ટકા અને નોટાને 0.36 ટકા વોટ પ્રાપ્ત થયા હતા.
બિલાસપુર જાતિગત સમીકરણ-
આ એક અર્ધ-શહેરી લોકસભા મતવિસ્તાર છે. અહીં સાક્ષરતા દર 71.83 ટકાની નજીક છે. 2014ના ડેટા મુજબ, અહીં 17 લાખથી વધારે વોટર્સ છે. જેમાંથી 8,91,316 પુરુષ અને 8,37,889 મહિલા મતદાતાઓ છે. અહીં અનુસૂચિત જાતિની વસ્તી 22.2 ટકાની આસપાસ છે અને અનુસૂચિત જનજાતિ 13.95 ટકાની નજીક છે.
બિલાસપુરમાં ઓબીસી વર્ગની બહુમતી છે. તેમાંથી સાહૂ અને કુર્મીની વસ્તી સૌથી વધારે છે. ઓબીસમાં યાદવ પણ પ્રભાવી ભૂમિકામાં છે. બિલાસપુર લોકસભા ક્ષેત્ર હેઠળ 9 વિધાનસભા બેઠકો આવે છે. બિલાસપુર લોકસભા મતવિસ્તારમાં બે જિલ્લાઓ બિલાસપુર અને મુંગલી સામેલ કરવામાં આવ્યા છે. આમાથી બે અનુસૂચિત જાતિ માટે અનામત છે. જેમાં કોટા, તખતપુર, બેલતેરા, લોરમી, બિલ્હા , મસ્તૂરી (એસસી) , મુંગેલી (એસસી) અને બિલાસપુર સામેલ છે. હાલમાં બિલાસપુર જિલ્લામાં 8 તાલુકા, 7 બ્લોક અને 909 ગામડાં સામેલ છે. બિલાસપુર છત્તીસગઢનું બીજું સૌથી મોટું શહેર છે. બિલાસપુર હાઈકોર્ટ આખા એશિયામાં સૌથી મોટી હાઈકોર્ટ છે.