Site icon Revoi.in

PM મોદી-બાઈડન વચ્ચે દ્રીપક્ષીય બેઠકઃ કોરોનાકાળમાં નરેન્દ્ર મોદીની કામગીરીની કરી પ્રશંસા

Social Share

ટોક્યોઃ જાપાનના પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમેરિકાના રાષ્ટ્રપતિ, જાપાનના પીએમ અને ઓસ્ટ્રેલિયાના પીએમ વચ્ચે ક્વોટ સમિટની બેઠક મળી હતી. જેમાં મહત્વના મુદ્દા ઉપર ચર્ચાઓ થઈ હતી. આ બેઠક બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ વચ્ચે દ્રીપક્ષીય બેઠક મળી હતી. જેમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનએ કોરોના કાળમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કામગીરીની પ્રશંસા કરી હતી.

અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને કોરોના કાળમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કામની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, ચીન કોરોના સામે લડવામાં નિષ્ફળ રહ્યું છે, પરંતુ ભારત સફળ રહ્યું છે. બંને ટોચના નેતાઓ વચ્ચેની આ મુલાકાત જાપાનના ટોક્યોમાં મળી હતી. આ સાથે બિડેને દ્વિપક્ષીય વાતચીત દરમિયાન પીએમ મોદી સાથે યુક્રેન-રશિયા યુદ્ધનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.

અમેરિકાના રાષ્ટ્રપતિએ વધુમાં કહ્યું કે, મને ખુશી છે કે અમે બારત-અમેરિકા રસીકરણ કાર્યક્રમમાં નવીનીકરણ કરી રહ્યાં છીએ. ભારત-અમેરિકા વચ્ચેની ભાગીદારીને આગળ લઈ જવા કટીબદ્ધ છીએ. ભારત-અમેરિકા ભાગીદારીને પૃથ્વીની સૌથી નજીકની ભાગીદારીને એક બનાવવામાં પ્રતિબદ્ધ છીએ. વડાપ્રધાન અમારા દેશ સાથે મળીને ગણુબધુ કરી શકે છે અને કરશે. યુક્રેન યુદ્ધનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, અમે યુક્રેન ઉપર રશિયાના ક્રુર અને ગેરન્યાસંગત આંક્રમણમાં ચાલી રહેલા પ્રભાવો અને સમગ્ર વિશ્વ વ્યવસ્થા ઉપર તેના પ્રભાવ ઉપર ચર્ચા કરી છે. આ નકારાત્મક પ્રભાવોને કેવી રીતે ઓછા કરવા તે પર અમેરિકા અને ભારત વચ્ચે ચર્ચા ચાલુ રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ જાપાનના પ્રવાસે છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.