બિલકિસ બાનો કેસઃ ગેંગરેપના દોષિતોની મુક્તિ સામે ફરી બિલકિસ બાનોએ કોર્ટના દરવાજા ખટખટાવ્યા
- બિલકિસ બાનોએ કોર્ટના દરવાજા ફરી ખટખટાવ્યા
- મૂક્ત થયેલા આરોપી સામે ફરી ન્યાયની માંગ
દિલ્હીઃ- બિલકીસ બાનો કેસ ખૂબ જ ચર્ચિત કેસ છે આ કેસનો સંબંધ વર્ષ 2002ના ગુજરાત રમખાણો સાથે સીધેસીધો છે. બિલકિસ બાનોના પરિવાર સાથે સામૂહિક બળાત્કાર અને હત્યાના દોષિતોને તાજેતરમાં મૂક્ત કરાયા હતા કુલ 11 લોકોને નિર્દોષ છોડવાના કારણે ફરી આ નિર્ણયને પડકારતા એ કેસમાં અરજી ગાખલ કરાઈ છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે બિલ્કિસ બાનોએ દોષિતોની મુક્તિ વિરુદ્ધ બે અરજીઓ દાખલ કરી છે. પ્રથમ અરજીમાં 11 દોષિતોની મુક્તિને પડકારવામાં આવી છે અને આરોપીઓને તાત્કાલિક જેલમાં ધકેલવાનીન માંગ કરાઈ છે તો બીજી અરજીમાં સુપ્રીમ કોર્ટના મે મહિનાના આદેશ પર ફરી વિચાર કરવા માટે કરાી છે.
જાણો અરજીમાં શું કહેવામાં આવ્યું છે.
અરજીમાં કહેવામાં આવ્યું છે કે સુપ્રીમ કોર્ટે તે નિર્ણય પર પુનર્વિચાર કરવો જોઈએ જેમાં કહેવામાં આવ્યું હતું કે ગુનેગારોને મુક્ત કરવાનો નિર્ણય ગુજરાત સરકાર કરશે. વધુમાં કહ્યું છે કે આ માટે યોગ્ય સરકાર મહારાષ્ટ્ર સરકાર જ છે. કારણ કે આ કેસની સુનાવણી મહારાષ્ટ્રમાં ચાલી હતી આ સાથે જ આ અંગે વહેલી તકે વહેલી સુનાવણીની માંગ પણ કરવામાં આવી છે.
સીજેઆઈ ડીવાય ચંદ્રચુડે ખાતરી આપી હતી કે તેઓ જોશે કે આ મામલામાં સુનાવણી ક્યારે થઈ શકે છે. સીજેઆઈએ કહ્યું છે કે તેઓ આ મુદ્દાની તપાસ કરશે કે શું બંને અરજીઓની સુનાવણી એકસાથે થઈ શકે છે તેમ છે કે નહી . શું તેમની એક જ બેંચ સમક્ષ સુનાવણી થઈ શકે છે?