દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે રોટલી બનાવવાનો વીડિયો શેર કરવા બદલ માઈક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સની પ્રશંસા કરી હતી.તેણે ગેટ્સને બાજરીની વાનગીઓ બનાવવામાં હાથ અજમાવવા માટે પણ પ્રોત્સાહિત કર્યા.ગેટ્સે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે રોટલી બનાવતા નજરે પડે છે.
મોદીએ વિડીયો પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, “અદ્ભુત, અત્યારે ભારતમાં બાજરી ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.” તેણે લખ્યું, “બાજરીની પણ ઘણી વાનગીઓ છે, જેને તમે બનાવવા માટે તમારો હાથ અજમાવી શકો છો.
.@BillGates and I had a blast making Indian Roti together. I just got back from Bihar, India where I met wheat farmers whose yields have been increased thanks to new early sowing technologies and women from "Didi Ki Rasoi" canteens who shared their expertise in making Roti. pic.twitter.com/CAb86CgjR3
— Eitan Bernath (@EitanBernath) February 2, 2023
વીડિયોમાં ગેટ્સ કહે છે કે તે લાંબા સમય પછી રસોઈ બનાવી રહ્યા છે. ગેટ્સે ઈંડા આકારમાં રોટલી બનાવી હતી, જે પછી ઈટન ગેટ્સને કહે છે કે,રોટલી ગોળ વણવામાં આવે છે.આ પછી વીડિયોમાં બંનેએ રોટલીને લોઢી પર શેકી અને ઘી લગાવી ખાધી. બિલ ગેટ્સે પણ ભારતીય રોટલીના વખાણ કર્યા હતા.તેણે કહ્યું, “તે ખુબ જ સારી છે! ખૂબ સ્વાદિષ્ટ.”