દિલ્હીઃ- હાલ સંસંદનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે ગઈકાલે આ સત્રનો 5 મો દિવસ હતો ત્યારે હવે લોકસભામાં જન્મ અને મૃત્યુની નોંધણી માટે આઘારકાર્ડ ફરજિયાત કરવા અંગેનું બિલ રજૂ કરવામાં આવ્યું છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે જન્મ અને મૃત્યુની નોંધણી માટે આધારને કાયદેસર રીતે ફરજિયાત બનાવવા માટે, સરકારે બુધવારે લોકસભામાં જન્મ અને મૃત્યુની નોંધણી બિલ રજૂ કર્યું. મણિપુર હિંસા પરના ઝઘડા વચ્ચે, સરકારે જમ્મુ અને કાશ્મીરને લગતા ચાર બિલો સિવાય ખાણ-ખનિજ વિકાસ નિયમન સુધારણા બિલ પણ રજૂ કર્યું છે.
વિગત અનુસાર આ સિવાય ફોરેસ્ટ કન્ઝર્વેશન એમેન્ડમેન્ટ બિલને લોકસભામાં ધ્વનિ મતથી પસાર કરવામાં આવ્યું હતું. 15 મિનિટમાં છ બિલ રજૂ કરવામાં આવ્યા હતા.પ્રાપ્ત જાણકારી પ્રમાણે સરકારે જન્મ અને મૃત્યુ નોંધણી માટે આધાર પ્રમાણીકરણને મંજૂરી આપી છે. આ હેતુ માટે આધારનો ઉપયોગ કરવા માટે સરકારે રજિસ્ટ્રાર જનરલ ઑફ ઈન્ડિયાના કાર્યાલયને મંજૂરી આપી દીધી છે.આમ કરવા પાછળનો કેન્દ્ર સરકારનો હેતુ જીવનને સરળ બનાવવા અને સેવાઓની શ્રેષ્ઠ પહોંચ બનાવવાનો છે
જાણકારી પ્રમાણે આ અગાુ જૂન મહિનામાં ગૃહ મંત્રાલયે એક ગેઝેટ નોટિફિકેશન જાકી કર્યું છે અને કહ્યું છે કે રજિસ્ટ્રાર જનરલના કાર્યાલયની સાથે સાથે હવે સેન્સસ કમિશનરે પણ આવી નોંધણી અથવા નોંધણી માટે આધાર પ્રમાણીકરણ સ્વીકારી લેવું જોઈએ. ઉલ્લેખનીય છે કે આ સેવા દ્વારા હવે ભારતીયો જીવનની સારી સ્થિતિ મેળવી શકાશે નોંધણીમાં આવતી પ્રકિયા સરળ બનશે.