1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. GSTમાં રજિસ્ટ્રેશન માટે બાયોમેટ્રિક ફરજિયાત, અરજદારોએ હવે અંગુઠાની છાપ પણ આપવી પડશે
GSTમાં રજિસ્ટ્રેશન માટે બાયોમેટ્રિક ફરજિયાત, અરજદારોએ હવે અંગુઠાની છાપ પણ આપવી પડશે

GSTમાં રજિસ્ટ્રેશન માટે બાયોમેટ્રિક ફરજિયાત, અરજદારોએ હવે અંગુઠાની છાપ પણ આપવી પડશે

0
Social Share

અમદાવાદઃ  ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) ડીપાર્ટમેન્ટ દ્વારા આજે 7 નવેમ્બરે બાયોમેટ્રિક આધારિત રજિસ્ટ્રેશન સિસ્ટમ ગુજરાતના વાપીથી લોન્ચ કરાશે. વિભાગ હવે નવા GST નંબર માટે રજિસ્ટ્રેશન સમયે અરજદારનો બાયોમેટ્રિક ડેટા એકઠો કરશે. કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારામન આ કાર્યક્રમમાં હાજર રહેશે. ગુજરાતના 10 કેન્દ્ર પર પ્રોજેક્ટનું વર્ચ્યુઅલ લોન્ચિંગ કરાશે. આ પ્રોજેક્ટ શરૂ કરનારૂ ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બનશે.

રાજ્યના નાણા મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે, પાયલોટ પ્રોજેક્ટ બાદ બાયોમેટ્રિક ડેટા સાથે GST રજિસ્ટ્રેશન અન્ય રાજ્યોમાં પણ શરૂ કરવામાં આવશે. ‘મેરા બિલ મેરા અધિકાર’નો સફળતા અમલ કરાયા બાદ  હવે આ પ્રોજેક્ટ શરૂ કરી રહ્યા છીએ. દેશના અગ્રણી કેમિકલ હબ એવા વાપીની પસંદગી કરવામાં આવી હતી. આજે 7મીને મંગળવારે બાયોમેટ્રિક જીએસટી સિસ્ટમ લોન્ચ કરાશે,

GST ના સિનિયર ઓફિસરે જણાવ્યું હતું કે, નવી રજિસ્ટ્રેશન સિસ્ટમમાં અરજદારે જુદા-જુદા ડોક્યુમેન્ટસની સાથે અંગૂઠાની છાપ પણ આપવી પડશે. તેના દ્વારા અરજદાર અસલી છે કે નહીં તેની ખાતરી કરવામાં મદદ કરશે. જો જરૂરી હશે તો GST વિભાગ દ્વારા અરજદારને ભવિષ્યમાં વેરિફિકેશન માટે બોલાવવામાં આવી શકે છે. નવી સિસ્ટમ GST વિભાગને છેતરપિંડીમાં સંડોવાયેલા કોઈપણ વ્યક્તિને શોધી કાઢવામાં પણ મદદ કરશે. તાજેતરમાં છેતરપિંડીની જાણ કરવામાં આવી છે જેમાં નકલી ઓળખ કાર્ડ ધરાવતા વ્યક્તિઓ દ્વારા ઇનપુટ ટેક્સ ક્રેડિટનો દાવો કરવામાં આવ્યો હતો. તેથી હવે વિભાગ અંગૂઠાની છાપ લેશે ત્યારે આવી છેતરપિંડીની શક્યતા રહેશે નહીં. કેટલીક વ્યક્તિઓએ વિભાગને જાણ કરી હતી કે, તેમના ડોક્યુમેન્ટસનો દુરુપયોગ થયો છે. બાયોમેટ્રિક રજિસ્ટ્રેશન સિસ્ટમને અમલમાં મૂકીને વિભાગનો હેતુ GST નોંધણી પ્રક્રિયાની અખંડિતતા વધારવા અને છેતરપિંડીની પ્રવૃત્તિઓ ઘટાડવાનો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code