ઈમ્ફાલઃ- મણીપુરમાં સતત હિંસાનો દોર ચાલુ છે આવી સ્થિતિમાં અનેક લોકો સ્થરાતંર કરીને મ્યાનમાર જેવા રાજ્યોમાં આશરો લેવા જઈ રહ્યા છે અત્યાર સુધી આ હિંસા ગ્રસ્ત રાજ્યમાંથી અનેક લોકો પલાયન થયા છે ત્યારે હવે મ્યાનમારમાં મણીપુરથી આવેલા લોકોની બાયોમેટ્રિક તપાસ કરવામાં આવી રહી છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે મણિપુરમાં લગભગ ત્રણ મહિનાથી હિંસા ચાલી રહી છે. રાજ્યમાં કુકૈઈ અને મીતેઈ સમુદાયો વચ્ચેનો વિવાદ ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો. દરમિયાન, શનિવારે મણિપુર સરકારે મ્યાનમારથી આવતા શરણાર્થીઓની ઓળખ કરવાનું શરૂ કરી દીધું છે. સરકાર રાજ્યમાં તમામ ગેરકાયદેસર મ્યાનમાર વસાહતીઓની બાયોમેટ્રિક ચકાસણી માટે અભિયાન ચલાવી રહી છે.
આ સાથે જ રાજ્યમાં તમામ ગેરકાયદેસર મ્યાનમાર સ્થળાંતર કરનારાઓનો બાયોમેટ્રિક ડેટા સફળતાપૂર્વક લઈ લેવામાં ન આવે ત્યાં સુધી તમામ જિલ્લાઓમાં આ અભિયાન ચાલુ રહેશે. તે સપ્ટેમ્બર 2023 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.