અમદાવાદઃ અરબી સમુદ્રમાં સર્જાયેલું ચક્રવાત ‘બિપરજોય’ અંતે ગુજરાતના સાગરકાંઠે ટકરાયું છે. અને હવામાન વિભાગના મતે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના જિલ્લાઓમાં લેન્ડફોન પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. જે મધ્યરાત્રિ સુધી ચાલુ રહેશે. આ સમયે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. અને આગામી ત્રણ કલાક કચ્છ માટે ભારે હોવાનું કહેવાય છે. દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્થિતિની સમીક્ષા કરીને જરૂરી સુચના આપી રહ્યા છે
બિરજોય વાવાઝોડા સામે તંત્ર એલર્ટ બન્યું છે. અને સમીસાંજે સૌરાષ્ટ્રના સાગરકાંઠે અથડાયા બાદ લેન્ડફોલની પ્રકિયા શરૂ થઈ ગઈ છે. દરિયા કિનારે ભારેથી અતિભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. જ્યારે કચ્છમાં તોફાની વાવાઝોડાની અસર દેખાવાની શરૂઆત થઈ ચૂકી છે. લેન્ડફોલનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. જેના પગલે તંત્ર દ્વારા સંપુર્ણ તૈયારીઓ પુર્ણ કરી દેવામાં આવી છે. આગામી બે કલાકમાં તે કચ્છના જખૌમાં લેન્ડ ફોલ થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગના સૂત્રોના કહેવા મુજબ બિપરજોરના કહેરનો કચ્છમાં પ્રારંભ થઈ ગયો છે. એક બાજુ તોફાની પવન ફૂંકાઈ રહ્યો છે, તો બીજી બાજુ ભારે વરસાદ વરસી રહ્યો છે. આ વચ્ચે કચ્છનો દરિયો તોફાની બન્યો છે. આમ એક સાથે ત્રણ-ત્રણ આફતનો કચ્છવાસીઓ સામનો કરી રહ્યા છે. તો બીજી તરફ તંત્ર પણ એલર્ટ જોવા મળી રહ્યુ છે. કચ્છ જિલ્લાના કાઠાં વિસ્તારના 49 હજારથી વધુ લોકોને સ્થાળાંતર કરવામાં આવ્યાં છે. તેમજ કચ્છ જિલ્લામાં આવેલી તમામ પવનચક્કી સદંતર બંધ રાખવાની સૂચના આપી દેવામાં આવી છે. 17 તારીખ સુધી તમામ પવનચક્કી બંધ રાખવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.
વાવાઝોડું ગુજરાતના દરિયકાંઠે ટકરાઈ ચૂક્યું છે.વાવાઝોડાના પગલે દ્વારકાનો દરિયો તોફાની બન્યો છે. ત્યારે બેટ દ્વારકામાં કિનારે લાંગરેલી બોટો ડુબવા લાગી હતી. બીજી તરફ નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિરના પટાંગણમાં મહાકાય વૃક્ષ જમીનમાંથી ઉખડી ગયું હતું. જખૌ બંદરથી 13 કિલોમીટર દૂર જખૌ ગામમાં હાલ સન્નાટો છવાયો છે. તમામ લોકો ઘર અને સેલ્ટર હોમ ખાતે પુરાયા છે. તેમજ સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં હાલ તોફાની પવન ફૂકાંઈ રહ્યો છે. જેને લઈ સૌરાષ્ટ્ર-કચ્છમાં હાલ સૂનકાર જોવા મળી રહ્યો છે. ભચાઉના સૂરજબારી ગામ હેઠળની ચેરા વાંઢ નજીકની ખાડીમાં છેલ્લા બે દિવસ દરિયાન દરિયાના 10 ફૂટ પાણી ચડી આવ્યા છે. તેમ છતાં પાસેની વાંઢના મોટા ભાગના લોકો તંત્રની સમજાવટ બાદ પણ રહેણાક મૂકવા તૈયાર નથી. એક તરફ વિકરાળ વાવાઝોડું રોદ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યુ છે તો બીજી તરફ લોકોની જીદ્દના કારણે તંત્ર પરેશાનીમાં મુકાયું છે. મામલાની ગંભીરતા છે કે ચેરા વાંઢમાં બેથી ત્રણ સગર્ભા મહિલાઓ પણ છે. જોકે તંત્રની સમજાવટ બાદ 50થી 60 લોકો સેન્ટલ હોમ ખાતે ગયા છે, પરંતુ 40 જેટલા લોકો હજુ પણ હંગામી આવાસ છોડવા તૈયાર નથી.
વાવાઝોડાના કારણે કચ્છના દરિયાકાંઠા વિસ્તારનાં ગામો સજજડ બંધ જોવા મળ્યાં હતાં. પશ્ચિમ કચ્છનું નખત્રાણા ગામ સજજડ બંધ જોવા મળ્યું હતું. ગામના રોડ-રસ્તા પરની દુકાનો બંધ જોવા મળી છે. લોકો પણ ઘરમાં જ રહીને વહીવટીતંત્રને સાથ અને સહકાર આપી રહ્યા છે. નખત્રાણા ગામ કચ્છનું બારડોલી તરીકે ઓળખાય છે. બિપરજોય વાવઝોડું ધીમે ધીમે રોદ્ર બની રહ્યું છે. બિપરજોય વાવઝોડાને કારણે માંડવી સહિત આસપાસનાં ગામડાં સજ્જડ બંધ જોવા મળી રહ્યાં છે.