Site icon Revoi.in

બિપરજોય વાવાઝોડું:નારાયણ સરોવર-કોટેશ્વર મંદિર કાલથી 15 તારીખ સુધી પ્રવાસીઓ માટે બંધ રહેશે

Social Share

કચ્છ :હાલમા અરબ સાગરમાં ચક્રવાતી બિપરજોય વાવાઝોડું ઉદભવેલ છે. જે આગામી સમય દરમિયાન ચક્રવાતી તોફાનમાં વધુ તીવ્ર બને તેવી શકયતા છે. જેના લીધે કચ્છ જિલ્લાના દરિયા કાંઠા વિસ્તાર સાથે કચ્છ જિલ્લા સમગ્ર વિસ્તારમાં ખૂબ ઝડપી અને ભારે વરસાદ સાથે પવન કૂંકાવાની તથા ઉંચા દરિયાઇ મોંજાઓ ઉછળવાની પ્રબળ શકયતા હોઇ, આ સમય કચ્છ જિલ્લાના દરિયા કિનારાના વિસ્તારમાં ભારે વરસાદ અને ચક્રવાત હાઈટાઈડ ભરતીના મોંજાથી જાનમાલને નુકશાન થતું અટકાવવા માટે અગમચેતીના પગલા રૂપે જિલ્લાના દરિયા કિનારાના વિસ્તારમાં વ્યક્તિઓની અવર-જવર તથા પશુઓને લઈ જવા તથા માછીમારોને દરીયામાં જવા પર પ્રતિબંધ મુકવાનું અત્યંત જરૂરી જણાય છે.

કચ્છ જિલ્લામાં આગામી સમયમાં બિપરજોય વાવાઝોડાની આગાહી હોવાથી સરકાર વહીવટ હેઠળના કોટેશ્વર તથા નારાયણ સરોવરના મંદિરો કે જે દરિયા કિનારે આવેલા હોઇ, યાત્રાળુઓની સલામતીને ધ્યાને લઇ સાવચેતીના ભાગરૂપે બંધ રાખવા ઉચિત જણાતું હોઇ તા.13 /06/2023 થી તા.15/06/2023 સુધી યાત્રાળુ/પ્રવાસીઓ માટે બંધ રાખવા કચ્છ જિલ્લા કલેકટર અમિત અરોરા દ્વારા આદેશ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત બિપરજોય ચક્રવાતની હવામાન ખાતાની આગાહીના પગલે ભુજના સ્મૃતિવન અર્થકવેક મેમોરિયલ અને મ્યુઝિયમ 13 /06/2023 થી તા.15/06/2023 સુધી મુલાકાતે આવતા નાગરિકોની સલામતી અને સુરક્ષાના કારણોસર બંધ રાખવા જિલ્લા કલેકટર અમિત અરોરા જણાવાયું છે.

સાવચેતીના ભાગરૂપે વહીવટીતંત્ર દ્વારા કચ્છમાં દરિયાકિનારાના વિસ્તારમાં બિપરજોય વાવાઝોડાને લઇ કલમ 144 લાગુ કરાઈ છે.અને જિલ્લાના દરિયા કિનારાના વિસ્તારમાં વ્યક્તિઓની અવર-જવર તથા પશુઓને લઈ જવા તથા માછીમારોને દરીયામાં જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.