- 18 ફેબ્રુઆરીથી શરુ થશે બર્ડે એ થોન
- અવનવા પક્ષીઓ વિશે જાણકારી મેળવી શકાશ
- લૂપ્ત થતી પક્ષીઓની જાતીને બચાવવાનો એક પ્રયાસ
દિલ્હીઃ- દેશ અને દુનિયાભરમાં અવનવા પક્ષીઓ જોવા મળે છે,મુક્ત પક્ષીઓના સુંદર મધુર અવાજની વચ્ચે માવનજાતને શઆંતિની પ્રતિતી થાય છે.આવા પક્ષીપ્રેમીઓ માટે ચાર દિવસીય બર્ડ-એ-થોન 18મી ફેબ્રુઆરીથી શરૂ કરવામાં આવશે. આ અભિયાન અંતર્ગત દેશભરના પક્ષીપ્રેમીઓ પક્ષીઓની વિવિધ પ્રજાતિઓ દેખશે અને તેના અંગાની માહિતી નોંધાવશે.
સંસ્થા દ્વારા જારી કરાયેલા એક પ્રકાશન પ્રમાણે, ગ્રેટ બેકયાર્ડ બર્ડ કાઉન્ટમાં વિશ્વભરમાંથી એક લાખથી વધુ પક્ષી પ્રેમીઓ ઓમાં ભાગ લે છે. ગયા વર્ષે દેશભરના પક્ષીપ્રેમીઓએ પક્ષીઓની વિવિધ પ્રજાતિઓ વિશે રેકોર્ડ તૈયાર કર્યા હતા.
આ અભિયાનમાં ભારત વિશ્વમાં બીજા ક્રમે આવ્યું હતું. વિદ્યા સ્વામીનાથન, પ્રોફેસર, સ્ટેલા મેરિસ કોલેજ, ચેન્નાઈએ કહ્યું, “હું દર વર્ષે GBBC અને CBCની આતુરતાથી રાહ જોઉં છું. જેના દ્વારા, દેશભરમાં તેમજ વિશ્વભરના પક્ષી પ્રેમીઓ પક્ષીઓને નિહાળવામાં અને તેમના રિયલ ટાઈમ ચેક લીસ્ટ તૈયાર કરવામાં મદદ કરે છે.આપણી આસપાસના તેમના જીવનમાં પરિવર્તન લાવવું મહત્વપૂર્ણ છે.આ અભિયાનમાં વર્ષ 2021માં, ભારત કોલંબિયા પછી પક્ષીઓની પ્રજાતિઓની જાણ કરવામાં બીજા ક્રમે હતું.તે જ સમયે, ચેકલિસ્ટ અપલોડ કરવાના મામલામાં તે યુએસ અને કેનેડા પછી ત્રીજા નંબર પર હતું. ભારતમાં સૌથી વધુ જોવા મળતા ત્રણ પક્ષીઓ માયના, બુલબુલ અને પોપટ હતા.