Site icon Revoi.in

થઇ જાવ સાવધાન: કોરોનાની વચ્ચે હવે દેશમાં બર્ડ ફ્લૂનો ખતરો

Social Share

અમદાવાદ: વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે.અને હજુ લોકો આમાંથી બહાર પણ નથી નીકળ્યા..ત્યાં ભારતમાં ફેલાયેલ બીજા રોગે લોકોની ચિંતા વધારી દીધી છે.કોરોનાની વચ્ચે દેશમાં બર્ડ ફ્લુના કેસ જોવા મળી રહ્યા છે. ઘણા રાજ્યોમાં બર્ડ ફ્લુના કેસ જોવા મળ્યા છે.

રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઝારખંડ અને હિમાચલ પ્રદેશમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હિમાચલ પ્રદેશમાં પણ માછલી, મરઘાં અને ઇંડાના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. રાજસ્થાનમાં બર્ડ ફ્લૂને કારણે અત્યાર સુધીમાં 500થી વધુ કાગડાઓ મરી ગયા છે. અન્ય રાજ્યોમાં પણ આ જ સ્થિતિ છે. એવું નથી કે આ રોગ ફક્ત પક્ષીઓ સુધી મર્યાદિત છે,પરંતુ તે મનુષ્ય માટે પણ ખૂબ જોખમી છે. તો, ચાલો આ રોગના કારણો,તેના લક્ષણો અને તેના નિવારક પગલાં વિશે જાણીએ.

માણસો માટે પણ ખતરનાક છે આ રોગ

બર્ડ ફ્લૂ એક એવો રોગ છે, જે માત્ર પક્ષીઓને જ નહીં પણ પ્રાણીઓ અને માણસો માટે પણ એટલો જ જોખમી છે. આ રોગથી સંક્રમિત પક્ષીઓના સંપર્કમાં આવતા પ્રાણીઓ અને માણસો તેના દ્વારા સરળતાથી સંક્રમિત થાય છે. તે મૃત્યુનું કારણ પણ બની શકે છે

માણસો તેનાથી કેવી રીતે થઇ જાય છે સંક્રમિત ?

બર્ડ ફ્લૂ એવિયન ઈન્ફલ્યુએન્ઝા તરીકે પણ ઓળખાય છે. તે એક પ્રકારે વાયરલ ઇન્ફેકશન છે. આમ તો, બર્ડ ફ્લૂના ઘણા પ્રકારો છે, H5N1 એ પ્રથમ એવો બર્ડ ફ્લુ વાયરસ હતો, જેને પહેલીવાર માણસને સંક્રમિત કર્યો હતો. તેનો પહેલો કેસ વર્ષ 1997માં હોંગકોંગમાં સામે આવ્યો હતો. આ રોગ સંક્રમિત પક્ષીના મળ, નાકના સ્ત્રાવ, મોંમાંથી નીકળતી લાળ અથવા આંખોમાંથી નીકળતા પાણીના સંપર્કમાં આવવાથી માણસોમાં થાય છે.

બર્ડ ફ્લૂનું જોખમ કોને વધારે છે ?

મરઘાં પાલન સાથે જોડાયેલા લોકોને બર્ડ ફ્લૂનું સૌથી વધુ જોખમ છે. આ સિવાય સંક્રમિત પક્ષીઓના સંપર્કમાં આવતા લોકો, સંક્રમિત જગ્યાની મુલાકાત લેતા લોકો, કાચા અથવા અડધા પાકેલા ચિકન અથવા ઇંડા ખાનારાઓને પણ સંક્રમણ લાગવાનું જોખમ રહે છે.

બર્ડ ફ્લૂના લક્ષણો

બર્ડ ફ્લૂ નિવારણનાં પગલાં