Site icon Revoi.in

ગુજરાત અને હરિયાણામાં પણ બર્ડ ફ્લુની દસ્તક – હરિયાણામાં દોઢ લાખથી વધુ મરધીઓને મોત અપાશે

Social Share

દિલ્હીઃ-દેશના કેટલાક રાજ્યોમાં બર્ડ ફ્લૂની દહેશત વર્તાઈ રહી છે, સૌ પ્રથમ કેરળ, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ, રાજસ્થાનમાં આ રોગનો પગપેસારો થયો હતો ત્યારે હવે અન્ય બે રાજ્યો  હરિયાણા અને ગુજરાતમાં પણ આ રોજ પહોંચી ગયો છે. કેન્દ્ર સરકારે શુક્રવારે હરિયાણા અને ગુજરાતમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ કરી છે. હરિયાણાના પંચકુલાના બે નમૂના પોઝિટિવ મળી આવ્યા છે.

આ કેસ મળ્યા બાદ ફાર્મના એક કિલોમીટરના દાયરામાં આવતા પાંચ મરઘાં ફાર્મની 1.66 લાખ મરધીને મારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતના જૂનાગઢમાં પણ મૃત સ્થળાંતર કરનારા પક્ષીઓમાં એવિયન ઈન્ફલ્યુએન્ઝાની પુષ્ટિ થઈ હતી. દિલ્હી અને છત્તીસગમાં મૃત પક્ષીઓને મળવાથી સંક્રમણની શંકાઓ છે, તે જ સમયે, કેન્દ્રએ અસરગ્રસ્ત રાજ્યોમાં દેખરેખ અને તપાસ માટે ટીમો તૈનાત કરી છે.

હરિયાણાના પશુપાલન મંત્રી જે.પી. દલાલે શુક્રવારે જણાવ્યું હતું કે, ખેડી ગામના સિદ્ધાર્થ મરઘાં ફાર્મ અને પંચકુલાના ધનૌલી ગામમાં નેચર પોલ્ટ્રી ફાર્મની મરઘીઓને બર્ડ ફ્લૂનો ચેપ લાગ્યો છે. પંચકુલાના પોલ્ટ્રી ફાર્મમાં 2 ડિસેમ્બરથી મરઘીઓ મરી રહી હતી, પરંતુ સંચાલકોએ માહિતી આપી ન હતી.

હરિયાણાના મરઘાં ફાર્મમાં 80 લાખ મરધીઓ છે, જેમાંથી દરરોજ 16 હજાર મરધીઓ મોતને ભેટે છે. જે ફઆર્મની મરધીઓને મારવામાં આવશે તેના સંચાલકોને મરધી દીઠ 90 રૂપિયા વળતર આપવામાં આવશે. ફઆર્મના એક કિ.મી. વિસ્તારને ચેપગ્રસ્ત ઝોન અને 10 કિ.મી. વિસ્તારને સર્વેલન્સ ઝોન તરીકે જાહેર કરાયો છે. મોનીટરીંગ 10 કિમી ત્રિજ્યામાં કરવામાં આવશે.ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી 6 રાદજ્યોમાં આ રોગ જોવા ણળ્યો હતો ત્યારે ગુજરાત અને હરિયાણામાં પણ હવે આ રોગે દસ્તક આપી છે.

સાહિન-