Site icon Revoi.in

કેરળમાં બર્ડફ્લૂનો કહેર વકર્યો – 25 હજાર મરધીઓને મોતને ઘાટ ઉતારાશે

Social Share

દિલ્હીઃ-  દેશના રાજ્ય કેરળમાં કોરોનાના માર વચ્ચે હવે બર્ડફ્લૂનો કહેર પણ વકર્યો છે.મળતી માહિતી પ્રમાણે કેરળના કોટ્ટાયમ જિલ્લામાં ફરી એકવાર બર્ડ ફ્લૂનો ખતરો મંડળાઈ રહ્યો છે. અહીં સ્થિત વેચુર, અયમાનમ અને કલ્લારામાં બર્ડ ફ્લૂના ત્રણ કેસ નોંધાતા ચિંતા વધી છે. આ ત્રણેયના તમામ સેમ્પલ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હાઇ સિક્યોરિટી એનિમલ ડિસીઝ, ભોપાલમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે. અચાનક નવા કેસ સામે આવ્યા બાદ વહીવટીતંત્રમાં દોડધામ મચી દવા પામી છે.

આ સાથે જ બર્ડફ્લૂના કહેરને લઈને અધિકારીઓનું કહેવું છે કે સંક્રમણથી બચવા માટે બતક અને મરઘીઓને મોત આપવાનું શરૂ કરવામાં આવશે. આજરોજ બુધવારે લગભગ 25 હજાર ચીકન અને બતક મારવામાં આવશે. કેરળના અલપ્પુઝા જિલ્લામાં ગયા અઠવાડિયે જ આ બાબતે એલર્ટ જારી કરવામાં આવ્યું હતું. અહીં કેટલાક સેમ્પલમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ થઈ કરવામાં આવી હતી ત્યારથી જ બર્ડફ્લૂને લઈને ચિંતા વકરી છે.

આ ઘટના બાદ ઠાકઝી ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 10માં પણ અંદાજે 12 હજાર જેટલા બતકોને મારી નાખવામાં આવ્યા હતા.અહીયા પણ અત્યાર સુધીમાં 140 સેમ્પલ ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા છે, જેમાંથી 26 સેમ્પલમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ થઈ ચૂકી છે. રાજ્યમાં ઝડપથી વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને અસરગ્રસ્ત વિસ્તારોમાં વિવિધ નિયંત્રણો લાદવામાં આવ્યા છે.આ સાથે જ અસરગ્રસ્ત વિસ્તારોમાં  ચિકનના વેંચાણ પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે.