Site icon Revoi.in

મહારાષ્ટ્રમાં બર્ડફ્લૂનો કહેર યથાવત – 1 લાખથી પણ વધુ પક્ષીઓને અપાશે મોત

Social Share

દિલ્હીઃ-સમગ્ર દેશમાં કોરોના બાદ બર્ડફ્લૂનો કહેર વર્તાઈ રહ્યો છે.ત્યાર મધ્યપ્રદેશની રાજધાની ભોપલ સ્થિત કેન્દ્રીય પ્રયોગશાળા આઈસીએઆર – નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હાઈ-સિક્યોરિટી એનિમલ  જિડીડ એ મંગળવારના રોજ મહારાષ્ટ્રના જીલ્લા નંદૂબારના નવાપુરમાં 12 જેટલા પોલેટ્રિ ફાર્મમાં બર્ડફ્લૂથી પક્ષિઓ મરવાની ખાતરી કરવામાં આવી છે.

આ સાથે જ બર્ડફ્લૂના કહેર વાળા પોલેટ્રી ફાર્મની સંખ્યા હવે વધીને 16 થઈ ચૂકી છે,ત્યાર બાદ વહીવટતંત્રએ મંગળવારના રોજ રાજ્યના એક લાખ જેટલા  મપધાઓને મારવાની યોજના બનાવી છે.મંગળવારના રોજ બર્ડ ફ્લૂના કારણે 1 હજાર ને 291 પક્ષીઓ મૃત્યુ પામ્યા હતા, જેમાં 1266 પોલટ્રી ફાર્મના  છે. આ સાથે બર્ડ ફ્લૂથી મરતાં પક્ષીઓની સંખ્યા વધીને 41 હજાર 504 થઈ ગઈ છે,.

ઉલ્લેખનીય છે કે, નવાપુર તહસીલના 28 મરઘાં ફાર્મમાં કુલ 9.50 લાખ મરધાઓ છે. બર્ડ ફ્લૂ મરઘાંના ફઆર્મને ભારે નુકસાન પહોંચાડી રહ્યા છે. નવાપુરમાં પ્રશાસને ઇંડા અને ચિકનના વેચાણ પર પણ પ્રતિબંધ મૂક્યો છે. નવાપુરમાં મરઘાંના ફાર્મ સૌથી વધુ છે. પશુપાલન વિભાગની 100 ટીમો નંદુરબાર પહોંચી છે. આ પહેલા વર્ષ 2006 માં પણ નવાપુરમાં બર્ડ ફ્લૂ ફેલાયો હતો. વર્ષ 2006 ની તુલનામાં, આ વર્ષે નવાપુરમાં બર્ડ ફ્લૂની અસર ઘણી ઓછી દોવા મળી  છે.

તમામ લોકોએ તંત્રના નિયમોનું કરવું પડશે પાલન

વહીવટીતંત્ર એ નવાપુરના ગ્રામજનોને દેશી મરઘી, બતક, કબૂતર અને અન્ય પક્ષીઓ એકત્રિત ન કરવાના આદેશ આપ્યા છે. લોકોએ તમામ પક્ષીઓને વહીવટને સોંપવા જણાવ્યું છે,ગામમાં પાલતુ પક્ષીઓ લઇ જવા માટે સરકારી ટ્રેકટરો અને પિકઅપ્સ  આવશે. આ હુકમનું ઉલ્લંઘન કરનાર પર ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.

સાહિન-