ભગવાન દત્તાત્રયજીની જ્યંતિ, ભગવાન દત્તનો જન્મ અને પૂજનનું શાસ્ત્રાર્થ મહત્વ
ભારત વર્ષમાં આજે દત્ત જ્યંતિની ધાર્મિક વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી રહી છે. ગુજરાત, તેલંગાણા અને કર્ણાટક સહિત દેશમાં મોટાભાગના રાજ્યોમાં તેમની પુજા કરવામાં આવે છે. દત્ત ભગવાનને મહારાષ્ટ્રમાં ગુરુના રુપમાં વિશેષ પુજા કરવામાં આવે છે. દત્ત ભગવાનને ત્રણ દેવ અર્થાત બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ સમાહિત છે, માગશર પૂનમના દિવસે દત્તાત્રેય જન્મ થયો હતો. स्कन्दपुराण के सह्याद्रि खण्ड (मृगशीर्ष-युक्ते पौर्णमास्यां यज्ञस्य वासरे।: जनयामास देदीप्यमानं पुत्रं सती शुभम्॥) માગશરસુદ પૂનમના દિવસે અત્રિના પત્ની સતી અનુસુયાજીએ દિવ્યપુત્ર પુત્ર દત્તાત્રેયને ઉત્પન્ન કર્યા હતા.
વ્રત ચંદ્રિકા ઉત્સવ અધ્યાય 33 અનુસાર, દત્તાત્રેયજીના પિતાજીનું નામ અત્રિ અને માતજી અનુસુયાજી હતી. તેમના જન્મ સાથે જ અત્રિ મુનિએ જાણી લીધું હતું કે, આ ભગવાનનો અવતાર છે. તેમનો જન્મ ભગવાન શ્રી વિષ્ણુના વરદાનથી થયો હતો. જેથી તેમનું નામ દત્તાત્રેય રાખવું જોઈએ. જેથી તેઓ આ નામથી સમગ્ર ભારત વર્ષમાં પૂજનીય છે.
વ્રત ચંદ્રિકા ઉત્સવ અધ્યા ક્રમાંક 33 અનુસાર એકવાર ત્રિદેવિયા (પાર્વતીજી, લક્ષ્મીજી અને સરસ્વતીજી) માતા અનુસુયાજીની પરીક્ષા લેવા માંગતી હતી. નારદજીના અનુસાર વિશ્વના સૌથી પવિત્ર સ્ત્રી માતા અનુસુયા હતા. એકવાર ત્રિદેવ બ્રહ્માજી, વિષ્ણુજી અને મહેશજીએ માતા અનુસુયાની પરીક્ષા લેવા માટે અત્રિ મુનિજીના આશ્રમ પહોંચ્યા હતા. ત્રિદેવોએ ભિક્ષુકનો વેશ ધારણ કરીને માતાજી પાસે ભિક્ષાની માંગણી કરી હતી, માતાજી ભીક્ષા આપી રહ્યાં હતા ત્યારે ત્રિદેવોએ જણાવ્યું હતું કે, અમે ભિક્ષાના લઈને ઈચ્છાનુસાર ભોજન કરીશું. અનુસુયા માતાજી સુંદર અને સ્વાદિષ્ટ ભોજન બનાવતા હતા તેથી તેમણે ત્રિવેદને ભોજનનનું આમંત્રણ આપ્યું હતું. જો કે, માતાજી દિગંબર થઈને ભોજન પીરસશે તો જ ભોજન આરોગીશું તેવુ ત્રિદેવોએ જણાવ્યું હતું. જેથી માતાજી તેમના પતિ અત્રિજી પાસે ગયા હતા અને તેમના પગ ધોઈને આ પવિત્ર પાણી ત્રિદેવો ઉપર છાંટ્યું હતું. જેના પ્રભાવથી ત્રિદેવો નાના બાળકો બની ગયા હતા. જે માતાજીએ તેમની ઈચ્છા અનુસાર દિગંબર થઈને ભોજન કરાવ્યું હતું. તેમજ ધોડિયામાં નાખીને ઝુલાવતા હતા. મોડે સુધી ત્રિદેવો પરત નહીં આવતા ત્રિદેવીઓ ચિંતામાં મુકાયા હતા. આ અંગેની જાણ થતા તેઓ આશ્રમ પહોંચ્યાં હતા. ત્રિદેવીજીઓએ અનુસુયાને ત્રિદેવો અંગે પુછતા માતાજીએ તેમને ઘોડિયા તરફ ઈશારો કર્યો હતો. ત્રણેય દેવીઓએ પ્રાર્થના કરતા માતાજીએ કહ્યું કે, ત્રણેયએ મારા દુધનું પાન કર્યું છે. જેથી તેમને અમારા બાળક બનીને રહેવુ પડશે. જેથી ત્રિદેવના સંયુક્ત અંશથી એક મૂર્તિ બની હતી. જેના ત્રણ માથા હતા અને છ ભુજાયા હતી. આમ ભગવાન દત્તાત્રેયજીનો જન્મ થયો હતો. માતા અનુસુયાજી દ્વારા પતિના પગ ઉપર પાણીનો છંટકાવ કરતા ત્રણેય બાળકો પુનઃ દેવતાઓ બની ગયા હતા.