Site icon Revoi.in

મહારાજા છત્રસાલ બુંદેલાજીની જન્મજ્યંતિઃ મુગલો સામે 12થી વધુ યુદ્ધ લડ્યા અને બધામાં વિજયી થયા

Social Share

અમદાવાદઃ હિન્દુસ્તાન ઉપર વર્ષો સુધી મુગલો અને અંગ્રેજોએ શાસન કર્યું હતું. દરમિયાન વિદેશી શાસકોના અત્યાચાર સામે અનેક વીર સપુતોએ હથિયાર ઉપાડ્યાં હતા, અને આક્રમણકારોને ધુળ ચાટતા કરી દીધા હતા. આ વીર સપુતોમાં મહારાજા છત્રસાલ બુંદેલાજીનો પણ સમાવેથ થાય છે. બુંદેલખંડ કેસરીના મહારાજા છત્રસાલજી કુશળ સંગઠનકાર હતા. તેમજ માત્ર 16 વર્ષની નાની વયે રણભૂમિમાં ઉતર્યાં હતા. તેમનો જન્મ 5મે 1649ના રોજ થયો હતો. શરૂઆતમાં તેમના પિતાના મિત્ર રાજા જયસિંહ મુગલો માટે કામ કરતા હતા એટલે તે પણ મુગલો માટે કાર્ય કરતા હતા. મોગલો માટે કામ એટલે રાષ્ટ્રહિત વિપરિત કામ તેવું જ્ઞાન થતાં, સ્વાધીનતાની દીક્ષા લેવા માટે, હિન્દવી સ્વરાજની સ્થાપના માટે પ્રવૃત્ત એવા જ્ઞાની રાજા છત્રપતિ શિવાજી મહારાજ પાસે તેઓશ્રી ગયા હતા.

શિવાજી મહારાજએ તેમને કહ્યું હતું કે, મારી પાસે એક સેવક બની રહેવાથી છત્રસાલ તમારા બધા પરાક્રમોનો શ્રેય પણ મને જ મળશે. તમે એક સ્વતંત્ર રાજાના રૂપે ઝળકતા રહો એવી મારી ઈચ્છા છે. અને ત્યારબાદ સ્વતંત્ર હિન્દવી સ્વરાજ નો મહામંત્ર લઈ, શિવાજીની વાતને માથે ચઢાવી,  શિવાજીને માર્ગે આગળ વધી, બુંદેલખંડને સ્વતંત્ર કરવા પ્રવૃત્ત બન્યાં હતા.

करो देस के राज छतारे

हम तुम तें कबहूं नहिं न्यारे।

दौर देस मुगलन को मारो

दपटि दिली के दल संहारो।

तुम हो महावीर मरदाने

करिहो भूमि भोग हम जाने।

जो इतही तुमको हम राखें

तो सब सुयस हमारे भाषें।

તેમણે ક્રુર મુગલ શાસક ઔરંગઝેબને પરાસ્ત કર્યાં હતા. તેમજ તેઓશ્રીએ મુગલો સામે 12થી વધુ યુદ્ધ લડ્યા અને બધામાં વિજયી થયા હતા.  વર્ષ 1678માં તેઓશ્રીએ પન્નાને પોતાની રાજધાની બનાવી અને સ્વતંત્ર બુંદેલખંડની સ્થાપના કરી હતી.