સૌથી નાની ઉમંરે સંગીતની દુનિયામાં છવાયેલી ધ્વનિ ભાનુશાલીનો જમ્ન દિવસ – જેના યૂ ટ્યૂબ પર 100 કરોડ વ્યૂઝ
- ધ્નવિ ભાનુશાલીનો બર્થડે
- નાની ઉમંરે સંગીતની દુનિયામાં નામ રોશન કર્યું
- બે સોંગ સુપર હિટ રહ્યા છે
- યૂ ટ્યૂબ પર 100 કરોડ વ્યૂઝ મેળવ્યા છે
મુંબઈ – મશહૂર અને ખૂબ જ સુંદર સિંગર ધ્વનિ ભાનુશાલીએ બોલીવુડ જગતમાં ખૂબ જ નાની ઉંમરે સંગીતમાં પોતાનું નામ રોશન કર્યું છે. ધ્વનિ તેના સંગીત સફમાં અનેક બોલિવૂડની ફિલ્મો માટે હિટ્સ અને શાનદાર સોંગ્સ આપ્યા છે,આજે ધ્વનિનો 23મો જન્મ દિવસ છે.
ધ્વનિ ભાનુશાળીનો જન્મ 22 માર્ચ 1998 માં મુંબઇમાં થયો હતો. તેના પિતા વિનોદ સૌથી મોટી મ્યુઝિક કંપની ટી-સિરીઝના ગ્લોબલ માર્કેટિંગ અને મીડિયા પબ્લિશિંગના વડા છે. ધ્વનિએ મુંબઈથી અભ્યાસ પૂરો કર્યો છે. તેના દાદા પ્રધાન ભાનુશાલી સંગીતના પૂજારી રહ્યા છે.
ધ્વનિએ વર્ષ 2017મા સંગીત દુનિયામાં ઝંપલાવ્યું હતું,ટી-સીરિઝ કંપની માટે બદ્રીનાથ કી દુલ્હનિયા ફિલ્મનું યકૂબ જ ફેસમ સોંગ હમસફર ફિમેલ વર્ઝનમાં ગાયું હતું જે ખૂબ હિટ રહ્યું છે.
વર્ષ 2019 માં ટી સીરીઝે તેના સોશ્યલ મીડિયા એકાઉન્ટથી એક પોસ્ટ શેર કરી છે. તેમાં એક પોસ્ટર શામેલ હતું, જેમાં ધ્વનિ ભાનુશાલીના બે સોંગ્સ ‘લે જા રે’ અને ‘વાસ્તે’ એ એક બિલિયન વ્યૂઝ મળ્યા હતા.આ બન્ને સોંગ એટલા ફેમસ થયા છે કે આજ દીન સુધી લોકો તેને પસંદ કરી રહ્યા છે.
ધ્વનિનાો તેનાદાદા પ્રધાન ભાનુશાલી સાથે ખૂબ જ ગાઢ સંબંધો હતા, તે અનેક વાતો તેના દાદા સાથે શર કરતી રહેતી હતી, દાદા તેના યકાસ મિત્ર સમાન રહ્યા છે, નાનપણમાં પહેલી વખત તેણે ઘરેલુ કાર્યક્રમમાં દાદા માટે આરતી ગાય હતી. તેના દાદા સંગીતનાં પૂજારી રહ્યા છે , તેને ગાયિકી વારસામાં મળી છે.
સાહિન-