- ગુજરાતના મુખ્યમંત્રીનો જન્મદિવસ
- 66 વર્ષમાં કર્યો પ્રવેશ
- સીએમ પોતાના વતન રાજકોટમાં રહેશે હાજર
રાજકોટ : ગુજરાતના મુખ્યમંત્રી આજે પોતાના જન્મદિવસ નિમિતે રાજકોટમાં હાજર રહેવાના છે. પોતાના વતન રાજકોટમાં મુખ્યમંત્રી વિવિધ કાર્યક્રમમાં હાજરી આપવાના છે. 2 ઓગસ્ટ એટલે કે આજે વિજય રૂપાણી પોતાના જીવનના 65 વર્ષ પૂરા કરી 66માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે.
વિજય રૂપાણીનો જન્મ 2 ઓગસ્ટ 1956માં બર્મામાં થયો હતો. પ્રજાના સેવક અને કોમન મેન તરીકેની છાપ ધરાવતા વિજય રૂપાણી આ જન્મદિવસ પણ પ્રજાહિતલક્ષી કાર્યોને સમર્પિત કરવાના છે.
મુખ્યમંત્રીએ સી.એમ-કોમન મેન તરીકેની એક આગવી ઓળખ સૌના હૃદયમાં ઊભી કરી છે. તેઓ પ્રજાહિતના કામો દ્વારા અને આપત્તિના સમયે પ્રજાની પડખે ઊભા રહી સામાન્ય માનવીની રોજી-રોટીની ચિંતા કરનારા સંવેદનશીલ વ્યક્તિ તરીકે પ્રજા-માનસમાં લોકપ્રિય છે. વિજય રૂપાણી પોતાનો જન્મદિવસ આવા જ પ્રજાહિત અને પ્રજાકિય કામોની સંવેદના સાથે તેમજ વિપદાની વેળાએ લોકોની પડખે રહીને મનાવતા આવ્યા છે.
જન્મદિવસ નિમિત્તે કાર્યક્રમોની વાત કરીએ તો, સૌથી પહેલા તેઓ જન્મ દિવસ નિમિત્તે રાજકોટમાં ઉપસ્થિત રહેશે. જ્યાં તેઓ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. ત્યારબાદ સવારે 8.30 વાગ્યે વજુભાઇ વાળાના આશિર્વાદ લેવા જશે. સવારે 9.30 કલાકે RMCના વૃક્ષારોપણ કાર્યક્રમમાં હાજર રહેશે. તો સેવા સેતુ કાર્યક્રમમાં પણ હાજરી આપશે. ઉપરાંત 12.30 કલાકે અનાથ બાળકો સાથે ભોજન લેશે. ત્યારબાદ તેઓ બપોરે 2.00 કલાકે પુજીત રૂપાણી ટ્રસ્ટની મુલાકાત લેશે. જ્યારે સાંજે 5.00 કલાકે ભાજપ કાર્યલાયની મુલાકાત લેશે.