1લી એપ્રિલથી મિનરલ વોટર વેચાણકર્તાઓ માટે બીઆઈએસ પ્રમાણપત્ર થયું ફરજિયાત
- મિનરલ વોટર વેચવા માટે પણ હવે બીઆઈએસ પ્રમાણ પત્ર અનિવાર્ય
- fssaia એ ભારતીય માનક બ્યુરોનું પત્ર મેળવવું ફરજિયાત
દિલ્હી – સામાન્ય રીતે કોઈ પણ ખાદ્ય પ્રદાર્થને વેચવા માટે અનેક માનક પ્રમાણપ્તરની અનિવાર્યતા હોય છે, ત્યારે શહેરીજનો મિનરલ વોટર હવે મોટા પ્રમાણમાં વેચતા થયા છે, મોટે ભાગે ઘરોમાં આજકાલ મિનરલ વોટર પીવાતું થયું હોવાથી ઠેર ઠેર મિનરલના પ્લાન્ટો જોવા મળી રહ્યા છે.
ત્યારે ભારતીય ખાદ્ય સુરક્ષા તેમજ માનક ઓથોરીટીએ મિનરલ વોટર નિર્માતાઓ માટે સખ્ત બની છે,હવેથી આ માટેનું લાયસન્સ મેળવવા કે રજીસ્ટ્રેશન પણ કરવાવા માટે ભારતીય માનક બ્યુરો નું પ્રમાણપત્ર ફરજીયાત કરવામાં આવ્યું છે.
આ મામલે નિયામક દ્રારા જણાવવામાં આવ્યું છે કે, ખાદ્ય સુરક્ષા અને માનક પ્રતિબંધ તેમજ વેચાણ પર અંકુશ નિયમન 2011 અંતર્ગત કોઈપણ વ્યકિત બીઆઈએસ પ્રમાણનાં ચિન્હ બાદ જ પેકેટોમાં બંધ પીવાલાયક પાણી કે મિનરલ વોટરનું વેચાણ કરી શકશે.
તમામ રાજયો અને સંઘ શાસીત પ્રદેશોનાં ખાદ્ય આયુકતોને આપવામાં આવેલા પત્રમાં એફએસએસએઆઈએ ભારતીય માનક બ્યુરોનું પત્ર મેળવવું ફરજિયાત કરવાના આદેશ આપ્યા છે.આ નિર્દેશ 1 એપ્રિલ 2021 થી લાગુ થઈ જશે
આ સમગ્ર બાબતને લઈને એફએસએસઆઈએ જણાવ્યું હતું કે, ખાદ્ય સુરક્ષા તેમજ માનક અધિનિયમ વર્ષ 2008 હેઠળ તમામ વેપાર સંચાલક માટે કોઈ પણ પ્રકારના ખાદ્ય ચીજ વસ્તુઓ કે પીણાનો વેપારની શરુઆત કરતા પહેલા લાયસન્સ મેળવવાનું રહેશે.
સાહિન-