Site icon Revoi.in

અખિલેશને ‘અલ્લાદ્દીન’ અને ઝીણાને ‘જીન’ દર્શાવતી કાર્ટૂન પોસ્ટ કરીને BJPએ તૃષ્ટીકરણનો કર્યો આક્ષેપ

Social Share

દિલ્હીઃ ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ પાકિસ્તાનના પહેલા ગવર્નર જનરલ મંહમદ અલી ઝીણાની ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી અને અખંડભારતના રચાયતા સરદાર વલ્લભભાઈ પટેલની આઝાદીના નાયક તરીકે પ્રશંસા કરીને કરેલા નિવેદનથી વિવાદ વધારે ઘેરાયો છે. ભાજપ દ્વારા તેમની ઉપર ઝીણાના વખાણ મુદ્દે આકરા પ્રહાર કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન હવે ભાજપએ હવે સોશિયલ મીડિયા ઉપર ઝીણા અને અખિલેશના કાર્ટૂન કેરેકટર તૈયાર કરીને મુસ્લિમ તૃષ્ટીકરણનો આક્ષેપ કર્યો છે.

ભાજપએ ટ્વીટર હેન્ડલ ઉપર કાર્ટૂન શેર કર્યું છે અને કેપ્શનમાં લખ્યું છે કે, “અંતે એવી શું મજબુરી ? ઝીમા પ્રેમી અખિલેશ”. કાર્ટૂનમાં ઝીણાનું જીન અને અખિલેશને અલ્લાદ્દીન તરીકે દર્શાવવામાં આવ્યાં છે અને લખ્યું છે કે, ઝીણાએ આપણને આઝાદી અપાવી… તૃષ્ટીકરણ, જે દેશના ભાગલા માટે જવાબદાર તે હવે તેમના બનશે પાલનહાર….

 

સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવના એક નિવેદનના કારણે વિવાદ ઉભો થયો છે. તેમણે રવિવારે હરદોઈમાં જનસભામાં ઝીણાની સરદાર પટેલ અને મહાત્મા ગાંધી સાથે સરખામણી કરી હતી.

જે બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ અખિલેશના નિવેદનને શર્મનાક અને તાલિબાની માનસિકતાવાળુ કહ્યું હતું. તેમજ અખિલેશને માફી માંગવાની માંગણી કરી હતી.

બીજી તરફ બસવા સુપ્રીમો માયાવતીએ અખિલેશના નિવેદનને સપા-ભાજપાની મીલીભગત કહ્યું હતું. તેમણે કહ્યું કે, સપા વડા અખિલેશ યાદવનું ઝીણા મુદ્દે નિવેદન એ ભાજપ અને સપાની રાજનીતિ છે. આમ હિન્દુ અને મુસ્લિમો વચ્ચે અંતર ઉભુ કરવાનું કાવતરુ છું.

અત્રે ઉલ્લેખનીય છે કે, આગામી વર્ષે ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેના માટે ભાજપ, કોંગ્રેસ, સપા અને બસપાએ પોત-પોતાની રીતે રણનીતિ તૈયાર કરીને પ્રચાર શરૂ કર્યો છે.