નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં પણ ભાજપ છવાયું, કોંગ્રેસ હાંસિયામાં ધકેલાયું
અમદાવાદઃ ગુજરાતમાં નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની 8472 જેટલી બેઠકો માટે રવિવારે મતદાન યોજાયું હતું. જેની મતગણતરી હજુ સુધી ચાલી રહી છે. જો કે, અત્યાર સુધીના આવેલા પરિણામો ઉપરથી નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપ જીત તરફ આગળ વધી રહી છે. બીજી તરફ કોંગ્રેસનું કોર્પોરેશનની ચૂંટણી બાદ ફરી એકવાર ધોવાણ થયું છે. નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપની જીત થતા નેતાઓ અને કાર્યકરોમાં ઉત્સાહ ફેલાયો છે અને ઠેર-ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતમાં કોર્પોરેશનની સરખામણીમાં ઉંચુ મતદાન થયું હતું. આજે સવારે વિવિધ સ્થળો ઉપર પોલીસ બંદોબસ્તની વચ્ચે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. તેમજ સવારથી જ ટ્રેન્ડમાં ભાજપ કોંગ્રેસ કરતા આગળ હતું. હાલની સ્થિતિએ 31 જિલ્લા પંચાયત, 196 તાલુકા પંચાયત, અને 75 નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે. બીજી તરફ 33 તાલુકા પંચાયત અને ચાર નગરપાલિકામાં જ કોંગ્રેસને સફળતા મળી છે. જ્યારે બે નગરપાલિકામાં અપક્ષની જીત થઈ છે. જો કે, હજુ મતગણતરી ચાલુ છે તેથી પરિણામમાં ફેરફાર થઈ શકે છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસના અનેક સિનિયર નેતાઓ અને તેમના સંબંધીઓને હારનો સામનો કરવો પડ્યો હોવાનું જાણવા મળે છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રાથમિક પરિણામ કરીએ એક નજર
જિ. પંચાયત 31(ભાજપ) 00(કોંગ્રેસ) 00(અન્ય) (31/31)
તા. પંચાયત 196(ભાજપ) 33(કોંગ્રેસ) 00(અન્ય) (231/229)
ન.પાલિકા 75(ભાજપ) 04(કોંગ્રેસ) 02(અન્ય) (81/81)
સ્થાનિક સ્વરાજ્યની કુલ 4774 પૈકી અત્યાર સુધીમાં 4610ની ગણતરી કરાઈ છે
જિ.પંચાયત 770(ભાજપ) 170(કોંગ્રેસ) 11(અન્ય)
તા. પંચાયત 3230(ભાજપ) 1210(કોંગ્રેસ) 170(અન્ય)
ન.પાલિકા 2060(ભાજપ) 365(કોંગ્રેસ) 210(અન્ય)
વર્ષ 2015માં યોજયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ આ પ્રમાણે છે
જિલ્લા પંચાયતનું પરિણામ
ભાજપ કોંગ્રેસ અન્ય
368 595 9
તાલુકા પંચાયતનું પરિણામ
ભાજપ કોંગ્રેસ અન્ય
2019 2555 141
નગરપાલિકાનું પરિણામ
ભાજપ કોંગ્રેસ અન્ય
1197 673 209