પંજાબમાં કાનુન વ્યવસ્થાને લઈને બીજેપી અને આપ સામસામે – રક્ષામંત્રીએ ઉઠાવ્યા સવાલ તો AAP નેતાએ BJP પર કર્યા પ્રહાર
- પંજાબમાં કાયદા વયવ્સ્થા પર રાજનાથ સિંહે ઉઠાવ્યા સવાલ
- આપના નેતા રાઘવ ચઢ્ઢાએ બીજેપીને મણીપુરની સ્થિતિ યાદ અપાવી
દિલ્હીઃ- પંજાબની કાનુ વ્યવસ્થાને લઈને રક્ષામંત્રી રાજનાથ સિંહે તત્કાલિન સરકાર પર અનેક સવાલ ઊભા કર્યા છએ તો સામે આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢાએ ભારતીય જનતા પાર્ટીને મનીપુરની સ્થિતિ યાદ અપાવી હતી આમ આપ અને બીજેપી બન્ને પાર્ટીઓ આ મામલે સામસામે જોવા મળી છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે આમ આદમી પાર્ટીએ કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના આરોપોનો જવાબ આપ્યો છે જેમાં કેન્દ્રીય મંત્રીએ પંજાબમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ટિપ્પણી કરી હતી. આપ પાર્ટી તરફથી કેન્દ્રીય મંત્રીને જવાબ આપતાં તેમને દિલ્હીમાં ગુનાહિત પ્રવૃત્તિઓ અને ભૂતકાળમાં મણિપુરમાં થયેલી હિંસાની યાદ અપાવી હતી.
વાત જાણ ેએમ હતી કે વિકેલા દિવસને શનિવારે કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું હતું કે આમ આદમી પાર્ટીના નેતૃત્વવાળી પંજાબ સરકાર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ રહી છે. કેન્દ્રીય મંત્રીના નિવેદન પર પ્રતિક્રિયા આપતા આપના રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે તેમની પાર્ટી સત્તામાં આવ્યા બાદ સરહદી રાજ્યમાં નોંધપાત્ર સુધારો થયો છે.
રાધવ ચઢ્ઢાએ રાજનાથ સિંહે આપેલા નિવેદન પર કહ્યું કે તેઓને પંજાબ વિશે ખોટી માહિતી મળી છે. આપ-ભગવંત માનની સરકારમાં પંજાબમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં સુધારો થયેલો જોી શકાય છે.” “પંજાબમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ છેલ્લા કેટલાક દાયકાઓ કરતાં ઘણી સારી છે,”
આ સાથે જ વધુમાં આપના નેતા એ કેન્દ્રીય મંત્રીને ભાજપ શાસિત રાજ્ય મણિપુરમાં થયેલી હિંસા વિશે પણ યાદ અપાવ્યું. ચઢ્ઢાએ કહ્યું, “હું સંરક્ષણ મંત્રીને વિનંતી કરું છું કે મણિપુર સળગી રહ્યું છે, લાખો લોકો બેઘર છે અને હજારો લોકો મૃત્યુ પામ્યા છે. એટલે અન્ય રાજ્ય પર આગળી ચીંધતા પહેલા ત્યાની સ્થિતિ પર એક નજર કરી લે. એટલા માં જ ન અટકતા આપના નેતા રાધવ ચઢ્ઢાએ રાજધાની દિલ્હીની સ્થિતિ પણ યાદ અપાવી .
દિલ્હીમાં તાજેતરની હત્યાઓનો ઉલ્લેખ કરતા, આપના રાજ્યસભાના સાંસદે એમ પણ કહ્યું કે રાષ્ટ્રીય રાજધાનીમાં ગુનાખોરીનો ગ્રાફ વધી રહ્યો છે. કેન્દ્રીય મંત્રી પર કટાક્ષ કરતા તેમણે કહ્યું કે દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થા અને પોલીસ કેન્દ્ર સરકારના અધિકારક્ષેત્રમાં આવે છે. અહીં દરરોજ હત્યા, બળાત્કાર અને લૂંટની ઘટનાઓ બને છે તે પણ નોંધ લેવી જોઈએ.