- બંગાળમાં મહિલાઓ સલામત નથીઃ ભાજપા
- મમતા અને પોલીસ કમિશનનો પોલીગ્રાફ ટેસ્ટ કરાવવાની માંગણી
કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં મહિલા ડૉક્ટરની હત્યાને લઈને તણાવ ચાલુ છે. કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજમાં બનેલી આ ઘટનાને લઈને વિદ્યાર્થી સંગઠનો અને વિપક્ષી પાર્ટીઓએ સીએમ મમતા બેનર્જી વિરુદ્ધ વિરોધ પ્રદર્શન ચાલુ રાખ્યું હતું. દરમિયાન બંગાળ ભાજપે આવતીકાલે રાજ્યભરમાં બંધનું એલાન આપ્યું છે.
બંગાળમાં પાર્ટીના અધ્યક્ષ સુકાંત મજુમદારે જણાવ્યું હતું કે, કોલકાતામાં વિદ્યાર્થીઓના વિરોધમાં મમતા સરકાર દ્વારા જે પ્રકારની બર્બરતા બતાવવામાં આવી રહી છે તેનાથી લોકશાહીની છબીને ઘણું નુકસાન થાય છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, બંગાળમાં મહિલાઓની સુરક્ષા પર બોલવું એક અપરાધ સમાન છે, જ્યારે મમતાના શાસનમાં બળાત્કાર અને હત્યા જેવી ઘટનાઓ સામાન્ય બની ગઈ છે.
દરમિયાન ભાજપે મુખ્યમંત્રી મમતા બેનર્જી પર કોલકાતામાં એક ડોક્ટરની બળાત્કાર-હત્યા કેસમાં આરોપીઓને બચાવવાનો આરોપ લગાવ્યો હતો. ભાજપે મમતાને ‘સરમુખત્યાર’ ગણાવ્યા અને મામલાની નિષ્પક્ષ તપાસ માટે તેમના રાજીનામાની માંગ કરી હતી. ભાજપે બેનરજી અને પોલીસ કમિશનર વિનીત ગોયલનો પોલીગ્રાફ ટેસ્ટ કરાવવાની પણ માંગ કરી છે. પાર્ટીનો આરોપ છે કે તેણે (ગોયલે) શરૂઆતમાં કહ્યું હતું કે પીડિતાએ આત્મહત્યા કરી છે.
ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ કહ્યું, “પશ્ચિમ બંગાળમાં જે પણ થઈ રહ્યું છે તે ચિંતાજનક છે. આ બંધારણને તોડવા જેવું છે. સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે દેશમાં જો કોઈ ડૉક્ટર છે તો તે મમતા બેનર્જી છે.
#WestBengalBandh #BJPProtest #JusticeForDoctor #WestBengalNews #BJPMovement #FightForJustice #BandhInBengal #StandWithDoctors #ProtestForJustice #PoliticalAction