Site icon Revoi.in

લોકસભાની ચૂંટણી માટે ભાજપએ ગુજરાતના 15 ઉમેદવારોની યાદી જાહેર કરી, 5ને રિપીટ ન કરાયા

Social Share

અમદાવાદઃ ભારતના ચૂંટણી પંચ દ્વારા હવે એકાદ-બે અઠવાડિયામાં લોકસભાની ચૂંટણીઓ જાહેર થવાની શક્યતા છે. ત્યારે જ ભાજપે ચૂંટણી જાહેર થયા પહેલા જ 195 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. જેમાં ગુજરાતમાંથી 26માંથી 15 બેઠકોના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. બાકીના 11 ઉમેદવારોના નામો પખવાડિયામાં જાહેર કરાશે. ગુજરાતમાં 15 ઉમેદવારોના નામની જે યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં 5 સાંસદોને ટિકિટ ન આપીને પડતા મુકાયા છે.

ભાજપના કેન્દ્રિય પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા લોકસભાની ચૂંટણી માટે 195 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં ગુજરાતમાંથી 15 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં 5 ઉમેદવારોના પત્તા કપાયા છે, જ્યારે 10ને રિપીટ કરવામાં આવ્યા છે. આ સિવાય ગુજરાતની અન્ય 11 બેઠકોના ઉમેદવારના નામની જાહેરાત પખવાડિયામાં કરાશે. ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર અને જુનાગઢની સહિત 11  બેઠકોના ઉમેદવારના નામો બીજી યાદીમાં જાહેર કરાશે. ભાજપએ 5 બેઠકોના ઉમેદવારો બદલ્યા છે. જેમાં બનાસકાંઠા બેઠક પરથી પરબત પટેલના બદલે રેખા ચૌધરીને ટિકીટ, પોરબંદર બેઠક પરથી રમેશ ધડૂકના બદલે મનસુખ માંડવિયાને ટિકીટ તથા અમદાવાદ પશ્વિમ બેઠક પરથી કિરીટ સોલંકીના બદલે દિનેશ મકવાણાને ટિકીટ મળી છે. તેમજ રાજકોટ બેઠક પરથી મોહન કુંડારિયાના બદલે પુરષોત્તમ રૂપાલાને ટિકીટ મળી છે, જ્યારે પંચમહાલ બેઠક પરથી રતનસિંહ રાઠોડના બદલે રાજપાલ જાદવને ટિકીટ મળી છે.

આ ઉપરાંત 10 ઉમેદવારોને રિપિટ કરાયા છે. જેમાં કચ્છમાં વિનોદ ચાવડા, પાટણમાં ભરતસિંહ ડાભી, ગાંધીનગરના બેઠક પરથી અમિત શાહ, જામનગરથી પૂનમ માડમ, આણંદની બેઠક પરથી મિતેશ પટેલ

ખેડાની બેઠક પરથી દેવુસિંહ ચૌહાણ, દાહોદની બેઠક પરથી જશવંતસિંહ ભાભોર, ભરૂચથી મનસુખ વસાવા,

બારડોલીથી પ્રભુભાઈ વસાવા અને નવસારીની બેઠક પરથી સી આર પાટીલને રિપિટ કરાયા છે.