Site icon Revoi.in

બીજેપીનું 2024 ચૂંટણી મિશન – ભાજપે નવા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને મહામંત્રીઓની યાદી કરી જાહેર, જેપી નડ્ડાની ટિમમાં સમાવેશ પામ્યા આટલા મંત્રીઓ

Social Share

દિલ્હીઃ-  ભારતીય જનતા પાર્ટીએ આજરોજ તેમના કેન્દ્રીય પદાધિકારીઓની યાદી જાહેર કરી છે. જેમાં આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી અને આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને અનેક સમીકરણો પર ધ્યાન આપવામાં આવ્યું છે ત્યાર બાદ નિર્ણય લેવામાં આવ્યો છે કે કોને કયા-કયા પદ આપવામાં આવે.

પ્રાપ્ત જાણકારી અનુસાર બીજેપી પ્રમુખ જેપી નડ્ડાની નવી  ટીમમાં 13 રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, આઠ રાષ્ટ્રીય મહાસચિવ, એક રાષ્ટ્રીય મહાસચિવ, એક રાષ્ટ્રીય સહ-સંગઠન મહાસચિવ, એક ખજાનચી, એક સહ-ખજાનચી અને 13 રાષ્ટ્રીય મહાસચિવોના નામની યાદી આજરોજ શનિવારે જાહેર કરી છે.

આ સાથે જ જારી કરવામાં આવેલી આ નવી યાદીમાં મોટાભાગના હોદ્દેદારોને ઉપપ્રમુખ, મહામંત્રી અને સેક્રેટરીના હોદ્દા પર યથાવત રાખવાવનો નિર્ણય લેવાયો છે જેમાં કોઈ ફેરફાર કરાયો નથી.

માહિતી પ્રમાણે બીજેપી એ તેના નવા રાષ્ટ્રીય પદાધિકારીઓના નામની જાહેરાત કરી છે. નવી યાદી અનુસાર લક્ષ્મીકાંત વાજપેયી, સંજય બાંડી, રાધામોહન અગ્રવાલ અને અનિલ એન્ટની જેવા નેતાઓને મોટી જવાબદારીઓ સોંપવામાં આવી છે. લક્ષ્મીકાંત વાજપેયી, લતા તેનેદી અને તારિક મંસૂરને ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા છે.

ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે, છત્તીસગઢના પૂર્વ સીએમ ડો.રમણ સિંહ, ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી રઘુબર દાસ અને સૌદાન સિંહને પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ સિવાય કૈલાશ વિજયવર્ગીય, અરુણ સિંહ અને તરુણ ચુગને મહામંત્રી બનાવવામાં આવ્યા છે.

યુપીના બે સાંસદો રેખા વર્મા, લક્ષ્મીકાંત બાજપાઈ અને વિધાન પરિષદના સભ્ય અને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વીસી, તારિક મંસૂરને કેન્દ્રીય ઉપાધ્યક્ષોની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે. ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી રઘુબર દાસને પણ કેન્દ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.

આ સહીત સંજય બાંડી અને રાધા મોહન અગ્રવારને સંગઠનના નવા મહાસચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ફેરફારો ભાજપને વધુ મજબૂત બનાવશે અને જમીન પર તેની અસર મતદાન ટકાવારી પર ચોક્કસપણે જોવા મળશે.

બીજી તરફ જ્નલ એન્ટોનીને સેક્રેટરી પદની જવાબદારી સોંપવામાં આવી છે.  ભાજપે દિલીપ ઘોષ અને ભારતીબેન શાયલને ઉપપ્રમુખ પદેથી હટાવ્યા છે. તેવી જ રીતે સીટી રવિ અને દિલીપ સૈકિયાને મહામંત્રી પદેથી હટાવી દેવામાં આવ્યા છે.

આ સહીત જાણકારી પ્રમાણે હરીશ દ્વિવેદી પાસેથી  પણ સચિવ પદ પાછું ખેંચી લેવામાં આવ્યું છે. સંગઠનમાં કરવામાં આવેલા આ ફેરફારોને આવતા વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા એક મોટો નિર્ણય માનવામાં આવી રહ્યો છે.