ભાવનગર મનપાની ચૂંટણી માટે ભાજપે ઉમેવદારોના નામ કર્યા જાહેર
અમદાવાદઃ ભાજપ દ્વારા મહાનગરપાલિકાની ચૂંટણી માટે રાજકોટ અને જામનગર બાદ ભાવનગરના ઉમેદવારોના નામની યાદી જાહેર કરવામાં આવી હતી. ભાજપ દ્વારા 13 વોર્ડમાં 52 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યાં છે. ભાવનગરમાં ભાજપ દ્વારા નવા ચહેરાઓને ટીકીટ આપવામાં આવી છે.
ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે સેન્સ લીધા બાદ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં ઉમેદવારોની પસંદગીને મંજૂરીની મહોર મારવામાં આવી હતી. ભાજપ દ્વારા ટર્મથી સતત ચૂંટણી લડતા નેતાઓ, 60 વર્ષથી વધુની ઉંમરના નેતાઓ અને નેતાઓના સંબંધીઓને ટીકિટ નહીં આપવાનો નિર્ણય કર્યો હતો. આ ઉપરાંત રાજ્યની તમામ મહાનગરપાલિકાના મેયરોને પણ ચૂંટણીમાં ટિકીટ નહીં આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.