Site icon Revoi.in

બીજેપી એ નવા સંસદીય બોર્ડની કરી જાહેરાત – નીતિન ગડકરી, શિવરાજ સિંહ આઉટ,યેદિયુરપ્પા,સર્બાનંદ સોનોવાલની  એન્ટ્રી

Social Share

દિલ્હીઃ- આજરેજ ભારતીય જનતા પાર્ટી દ્રારા નવા સંસદીય બોર્ડની જાહેરાત કરવામાં આવી ચૂકી છે,જો કે આ બોડ્માં જાણીતા નેતા એવા શિવરાજ સિંહ ચૌહાણ અને નીતિન ગડકરીને જગ્યા મળવા પામી નથી તો બીજી તરફ .બીએસ યેદિયુરપ્પા અને સર્બાનંદ સોનોવાલને સંસદીય બોર્ડમાં સ્થાન આપવામાં આવ્યું છે.

જાણીતા નેતા જેપી નડ્ડા આ સંસદીય બોર્ડ અને ભાજપની ચૂંટણી સમિતિના અધ્યક્ષ રહેશે. સંસદીય બોર્ડ ભાજપની સૌથી શક્તિશાળી સંસ્થા છે. પાર્ટીના તમામ મોટા નિર્ણયો આ બોર્ડ દ્વારા લેવામાં આવે છે.ત્યારે કેચલાક વરિષ્ટ નેતાઓને આ બોર્ડમાં સામેલ કરાયા નથી.

આ સાથે જ મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસને સંસદીય બોર્ડમાં સ્થાન અપાયું નથી, પરંતુ તેમને અન્ય શક્તિશાળી સંસ્થા ચૂંટણી સમિતિના સભ્ય બનાવવામાં આવ્યા છે,તો બીજી તરફ  વન મંત્રી ભૂપેન્દ્ર યાદવ અને રાજસ્થાનના વતની ઓમ માથુરને પણ આ ચૂંટણી સમિતિમાં એન્ટ્રી આપવામાં આવી છે. શાહનવાઝ હુસૈનને  પણ આ કેન્દ્રીય ચૂંટણી સમિતિમાંથી હાકી કાઢવામાં આવ્યા  છે. આ સાથે જ ભાજપે જોએલ ઓરામને પણ આ મહત્વની સમિતિમાંથી દૂર કરી દેવાયા છે.

સંસદિય બોર્ડમાં સામેન નેતાઓના નામઃ- જેપી નડ્ડા (અધ્યક્ષ), નરેન્દ્ર મોદી, રાજનાથ સિંહ, અમિત શાહ, બીએસ યેદિયુરપ્પા, સર્બાનંદ સોનોવાલ, કે લક્ષ્મણ, ઈકબાલ સિંહ લાલપુરા, સુધા યાદવ, સત્યનારાયણ જાટિયા, બીએલ સંતોષ (સચિવ)

આ ઉપરાંત કેન્દ્રીય ચૂંટણી સમિતિની પણ રચના કરવામાં આવી છે. તેમાં 15 સભ્યો છે. કેન્દ્રીય સંસદીય સમિતિની જેમ ચૂંટણી સમિતિના અધ્યક્ષ પણ જેપી નડ્ડાને બનાવવામાં આવ્યા છે.

કેન્દ્રીય ચૂંટણી સમિતિના નામોઃ-જેપી નડ્ડા, નરેન્દ્ર મોદી, રાજનાથ સિંહ, અમિત શાહ, બીએસ યેદિયુરપ્પા, સર્બાનંદ સોનોવાલ, કે લક્ષ્મણ, ઈકબાલ સિંહ લાલપુરા, સુધા યાદવ, સત્યનારાયણ જાટિયા, ભૂપેન્દ્ર યાદવ, દેવેન્દ્ર ફડણવીસ, ઓમ માથુર, બીએલ સંતોષ, વનથી શ્રીનિવાસ