દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં તાજેતરમાં જ ભાજના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાના કાફલા હુમલો થયો હતો. આ હુમલામાં ભાજપના મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય પણ ઇજાગ્રસ્ત થયાં હતા. આ હુમલા અંગે ભારત સરકાર અને ભાજપ દ્વારા ચિંતિત બન્યાં હતા. દરમિયાન કૈલાશ વિજ્યવર્ગીયની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. તેમને ઝેડ પ્લસ સુરક્ષા આપવામાં આવી હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર તાજેતરમાં પશ્ચિમ બંગાળની મુલાકાતે ગયેલા જે.પી.નડ્ડાના કાફલા ઉપર અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો. આ હુમલો મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરોએ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યાં હતા. જ્યારે મમતા બેનર્જીએ હુમલાને નાટક ગણાવ્યું હતું. આ હુમલામાં વિજયવર્ગીયની ગાડી પર પથ્થરાઓ ફેંકવામાં આવ્યા હતા, જેમાં તેમના હાથ પર ઈજાઓ પણ થઈ હોવાનું જાણવા મળે છે. આ હુમલા બાદ હવે ભાજપના મહાસચિવ કૈલાસ વિજયવર્ગીયની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે. તેમને ઝેડ પ્લસ સુરક્ષા આપવામાં આવી છે. બીજી તરફ કેન્દ્ર સરકારે હુમલાને ગંભીરતાથી લઈને રાજ્ય સરકારે પાસેથી રિપોર્ટની માંગણી કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીમાં ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જામે તેવી શકયતા છે. તેમજ ભાજપના પ્રભારી તરીકે પશ્ચિમ બંગાળમાં વિજયવર્ગીય જવાબદારીઓ ઉઠાવી રહ્યાં છે. દરમિયાન તેમની ઉપર હુમલાથી ભાજપમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું હતું.