Site icon Revoi.in

ઓડિશામાં ભાજપ-બીજેડીનું ગઠબંધન નક્કી, જાણો સીટ શેયરિંગની કઈ ફોર્મ્યુલા પર બની છે વાત?

Social Share

ભુવનેશ્વર: લોકસભા ચૂંટણી માટે ભાજપ ગઠબંધનના ગણિત હેઠળ એનડીએના સહયોગી દળો સાથે બેઠક વહેંચણી પર ચર્ચાને આખરી ઓપ આપવામાં લાગેલું છે. આ મુહિમ હેઠળ ભાજપે ઓડિશામાં પણ પોતાની તૈયારીઓને પૂર્ણ કરી લીધી છે. આ તૈયારીઓ હેઠળ ઓડિશાની સત્તામાં રહેલા મુખ્યમંત્રી નવીન પટનાયકના બીજૂ જનતાદળ સાથે ભાજપના ગઠબંધનની વાત નક્કી થઈ ચુકી છે.

આગામી લોકસભા ચૂંટણી માટે ભાજપ અને બીજૂ જનતાદળની વચ્ચે ઓડિશામાં ગઠબંધન લગભગ નક્કી છે. બુધવારે યોજાનારી ભાજપ કોર કમિટીની બેઠકમાં તેને આખરી ઓપ અપાય રહ્યો છે. જાણકારી મુજબ, એક સપ્તાહ પહેલા જ ભાજપ અને બીજેડીના મોટા નેતાઓમાં ગઠબંધનને લઈને વાતચીત થઈ ચુકી છે.

સૂત્રોનું માનીએ, તો ભાજપ અને બીજેડી વચ્ચે બેઠક વહેંચણીને લઈને વાત થઈ છુકી છે. આ ગઠબંધન હેઠળ લોકસભા ચૂંટણીમાં ભાજપને 13થી 14 બેઠકો મળી શકે છે. જ્યારે બીજેડી 7થી 8 બેઠકો પર ચૂંટણી લડે તેવી શક્યતા છે. ભાજપ અને બીજેડી વચ્ચે આ ગઠબંધન વિધાનસભા ચૂંટણીમાં પણ રહેશે. વિધાનસભા ચૂંટણીમાં બીજેડી 95થી 100 બેઠકો પર ચૂંટણી લડશે. જ્યારે ભાજપ 46થી 52 બેઠકો પર ચૂંટણી લડે તેવી શક્યતા છે. આગામી એક કે બે દિવસમાં તેના ઔપચારીક એલાનની પણ શક્યતા છે.

જાણકારી મુજબ, માર્ચના બીજા સપ્તાહના આખરમાં ચૂંટણી પંચ લોકસબા ચૂંટણીની તારીખોની ઘોષણા કરી શકે છે. ઓડિશામાં લોકસભાની સાથેસાથે વિધાનસભાની ચૂંટણી પણ થવાની છે. તેવામાં ભાજપ ઓડિશાની સત્તારુઢ બીજેડી સાથે આ બંને ચૂંટણીઓમાં ગઠબંધન હેઠળ પોતાની કિસ્મત અજમાવવા માંગે છે.