મુખ્તાર અબ્બાસ નકવીને બીજેપી સોંપી શકે છે મોટી જવાબદારી-રાજીનામા બાદ ઉપરાષ્ટ્રપતિ બનવાની ચર્ચા એ જોર પકડ્યું
- મુખ્તાર નકવીનું રાજીનામુ
- રાજીનામા બાદ હવે ઉપરાષ્ટ્રપતિ બનવાની ચર્ચાઓ
- શુ ખરેખર બીજેપી તેમને ઉપરાષ્ટ્રપતિ બનાવી રહ્યા છે?
દિલ્હી- કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ વિતેલા દિવસને બુધવારનાન રોજ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. રાજીનામું આપતા પહેલા નકવીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા સાથે ખાસ મુલાકાત કરી હતી.
ઉલ્લેખનીય છે કે મુખ્તાર અબ્બાસ નકવી કેન્દ્ર સરકારમાં લઘુમતી કલ્યાણ મંત્રી હતા. તેમના પદ છોડતા આ કાર્યભાર સ્મૃતિ ઈરાનીને સોંપવામાં આવ્યો છે જો કે મુખ્તાર નકવીને લઈને હવે અનેક ચર્ચાઓ એ જોર પક્ડયું છે.
મુખ્તાર અબ્બાસ નકવી અને રાજનાથ સિંહ મોદી સરકારમાં એવા બે મંત્રીઓ છે જેઓ અટલ બિહારી વાજપેયીની આગેવાની હેઠળની ભાજપ સરકારમાં પણ હતા. છેલ્લા ઘણા સમયથી, શાસક પક્ષ ઉપરાષ્ટ્રપતિ પદ માટે લઘુમતી સમુદાયના પ્રતિનિધિની ચર્ચા કરી રહ્યો છે, ખાસ કરીને એવા સમયે જ્યારે ભાજપ નૂપુર શર્માની પયગંબર મુહમ્મદ પરની ટિપ્પણીને લઈને ટીકાઓનો સામનો કરી રહી છે.ત્યારે હવે નકવીને ઉપરાષ્ટ્રપતિ બનાવી શકે છે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે
ઉલ્લેખનીય છે કે ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુનો કાર્યકાળ 10 ઓગસ્ટના રોજ સમાપ્ત થાઈ રહ્યો છે અને ચૂંટણી પંચએ આપેલી માહિતી પ્રમાણે, 19 જુલાઈ ઉપરાષ્ટ્રપતિ માટે નામાકિંત કરવાની છેલ્લી તારીખ છે. આ સાથે જ 6 ઓગસ્ટે આ પજ માટે ચૂંટણી યોજાનાર છે.આવી સ્થિતિમાં નકવીને ઉપરાષ્ટ્રપતિ પદ માટે નામાકિંત કરવામાં આવી શકે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે,જો કે આ વાત કેચલી હદે સાચી સાબિત થાય છે તેતો આવનારો સમય જ જણાવશે.
મુખ્તાર અબ્બાસ નકવીએ કેન્દ્રીય મંત્રી પદ પરથી રાજીનામું આપ્યા બાદ ચર્ચા શરૂ થઈ હતી કે તેઓ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર હોઈ શકે છે.મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન, પૂર્વ કેન્દ્રીય મંત્રી નજમા હેપતુલ્લા અને પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અમરિંદર સિંહ પણ ઉપરાષ્ટ્રપતિ પદની રેસમાં હોઈ શકે છે. રાજ્યસભામાં નકવીનો કાર્યકાળ આજે પૂરો થાય છે અને ભાજપે તેમને તાજેતરની પેટાચૂંટણીમાં ટિકિટ પણ આપી ન હતી.જેને લઈને આ ચર્ચા ચાલી રહી છે.