જેપી નડ્ડાના કાફલા પર હુમલાથી ભાજપ ચિંતિત, અમિત શાહ કરશે પશ્ચિમ બંગાળનો પ્રવાસ
દિલ્હીઃ પંશ્ચિમ બંગાળમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીમાં ભાજપ અને મનતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જામશે. દરમિયાન તાજેતરમાં જ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા બંગાળના પ્રવાસે ગયા હતા. જ્યારે તેમના કાફલા ઉપર હુમલો થતા ભાજપ ચિંતામાં મુકાયું છે. તેમજ આ હુમલો તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરોએ કર્યો હોવાના આક્ષેપ કર્યાં હતા. બીજી તરફ મમતા બેનર્જીએ હુમલાને નાટક ઘણાવ્યું હતું. આમ હવે બંગાળામાં ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે રાજકારણ ગરમાયું છે. દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગામી દિવસોમાં પશ્ચિમ બંગાળનો પ્રવાસ કરશે.
સુત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તા. 19 અને 20મી ડિસેમ્બરના રોજ પશ્ચિમ બંગાળનો પ્રવાસ કરશે. અમિત શાહ તા. 19ની ડિસેમ્બરના રોજ બંગાળ પહોંચશે. તેમજ હુમલા અંગે ભાજપના ટોચના નેતાઓ સાથે ચર્ચા કરશે. તેમજ પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓની માહીતી મેળવશે. બીજી તરફ કેન્દ્ર સરકારે બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાના પશ્ચિમ બંગાળના પ્રવાસ સમયે કથિત ગંભીર સુરક્ષા ખામીને લઈ રાજ્ય સરકાર પાસેથી રિપોર્ટ માંગ્યો છે.
પશ્ચિમ બંગાળમાં જે.પી.નડ્ડાના કાફલા ઉપર થયેલા હુમલા અંગે અમિત શાહે ચિંતા વ્યક્ત કરી હતી. બીજી તરફ મમતા બેનર્જીએ હુમલાને નાટક ગણાવીને આક્ષેપ કર્યો હતો કે, ભાજપના કાર્યકરો હથિયારો સાથે રેલીઓ માટે આવે છે. તેમજ પોતાની જાતે લાફો મારીને આરોપ તૃણમૂલ કોંગ્રેસ ઉપર લગાવી રહ્યાં છે.