Site icon Revoi.in

ભાજપ સરકારે ગૌમાતા પોષણ યોજનામાં 500 કરોડ ફાળવ્યા પણ ફુટી કોડી પણ ન આપીઃ કોંગ્રેસ

Social Share

અમદાવાદઃ મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના માટે 500 કરોડની બજેટમાં જોગવાઈની વાહવાહી માટે 20 કરોડ રૂપિયાથી વધુની જાહેરાત પર ખર્ચ કરનારી ભાજપ સરકારે એક રૂપિયાની સહાય પણ ગૌશાળા અને પાંજરાપોળને આપી નથી, એટલું જ નહીં રાજ્યમાં 96,34,000   ગાયો સામે સારવાર માટે માત્ર 367  ચિકિત્સક અધિકાર એટલે કે  26,251 ગાયોની સારવાર માટે એક પશુધન ડોક્ટર છે.  37,780 ગાયોના નિરીક્ષણ માટે માત્ર એક પશુ નિરીક્ષક ઉપલબ્ધ છે. સરકારના નિયમ મુજબ 10 ગામદીઠ અથવા 10 હજાર પશુ અને એક નિરીક્ષક હોવા જોઈએ. હકીકત રાજ્યમાં કુલ પશુધન અને  ગામોની સંખ્યા પ્રમાણે ગુજરાતમાં છેલ્લા 15 વર્ષથી માત્ર 20-30 ટકા થી કામગીરીના લીધે લમ્પી ગ્રસ્તમાં સમગ્ર તંત્રની પોલ ખુલી ગઈ છે તેમ કોંગ્રેસના પ્રવક્તા ડો. મનીષ દોશીએ જણાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે,  ગુજરાત સરકાર દ્વારા “ મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના” અંતર્ગત  2022-23 ના વર્ષ માટે 3 જી માર્ચ 2022 ના રોજ 500  કરોડની બજેટમા જોગવાઈ અને મંજુરી આપી છતાં આ સહાય ગૌશાળા અને પાંજરાપોળને ચુકવવામા આવી નથી. “મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના” અંતર્ગત તા.3.3.2022 ના રોજ  2022-23 નાં વર્ષિક બજેટમાં મંજુર કરવામાં આવેલી સહાય 500 કરોડ  રૂા. – ગોશાળા અને પાંજરાપોળના ગૌધન નિભાવ માટે, 213  કરોડ રૂા. ગાય આધારીત પ્રાકૃતિક ખેતી માટે ખેડુતોને ગાયના નિભાવ માટે, 100 કરોડ રૂા. રખડતા અને નિરાધાર પશુધનના નિભાવ માટે જાહેર કર્યા છે.  આમ રજીસ્ટર ગૌશાળાઓ અને પાંજરાપોળોમાં જે ગૌવંશ સાચવવામા આવે છે તેમને સહાય પેટે પ્રતિદિન એક  ગૌવંશને રૂા.30  અને એક નંદીને 40/- રુપિયા પ્રમાણે પહેલી એપ્રિલ 2022 થી સહાય ચુકવવામાં આવશે એવુ મુખ્યમંત્રીએ જણાવેલ છે, પરંતુ આજ દિવસ સુધી એક ફુટી કોડી આપવામા આવી નથી. ભાજપ સરકાર અને મંત્રીઓ તરફથી સહાયના વાયદા અને જાહેરાતો સતત ચાલુ છે. ત્યારે 33 કરોડ દેવતાનો જેમા વાસ એવા હિન્દુ ધર્મની આસ્થાનુ પ્રતિક 4.42 લાખ ગૌમાતાઓની આ મશ્કરી છે, ગાયો માટે રૂ. 500 કરોડનું બજેટ છતાં પશુ ડોક્ટરોની 315 પદ ખાલી – ન દવા – ન સુવિધા, રજીસ્ટર ગૌશાળાઓ અને પાંજરાપોળોમા પોતાના જીવન અસ્ત્તિત્વ સામે લડી રહેલી ગૌમાતા માટે નિષ્ઠુર ભાજપા સરકારનુ રુવાડુ પણ ફરકતુ નથી.