Site icon Revoi.in

લોકશાહીના સિદ્ધાંતોનું ઉલ્લઘન કરી લોકતંત્ર નબળુ પાડવાનું કામ ભાજપે કર્યું છેઃ અભિષેક મનુ સંઘવી

Social Share

અમદાવાદઃ   સુરતમાં તાજેતરની જીતને લોકતાંત્રિક નબળી પાડવાનું અને લોકશાહીના સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરવાનું કામ ભાજપે કર્યું છે. નાણાં, મશીનરી અને મેનપાવરનો દુરુપયોગ ભાજપ કરી રહ્યો છે. તાજેતરની લોકસભાની ચૂંટણીમાં ભાજપના કુલ 417  ઉમેદવારોમાંથી એક ચતુર્થાંશ ઉમેદવારો અન્ય પક્ષોમાંથી પક્ષપલટો કરીને આવેલા છે. ભાજપ સરકાર સંસ્થાને નષ્ટ કરવાનું કામ કરી રહી છે. અને શામ,  દામ,  દંડ, ભેદ નીતિ અપનાવી રહી છે. જે આજ સુધી ક્યારેય નથી થયું. તેમ કોંગ્રેસના વરિષ્ઠ નેતા, પૂર્વ સાંસદ ડૉ. અભિષેક મનુ સિંઘવીએ રાજીવ ગાંધી ભવન ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં  જણાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યુ હતું કે, ભાજપ સરકાર ઉમેદવારને ખરીદવાનું અને લોકતંત્રની મજાક બનવવાનું કામ કરી રહી છે. ભાજપ દ્વારા કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રમાં સત્તા મેળવવા ખરીદ વેચાણ કરવામાં આવ્યું હતું. 75 વર્ષમાં અનેક સરકાર આવી પરતું આ ભાજપ સરકાર જેવી કોઈ સરકાર આવી નથી. જેને બંધારણીય સંસ્થાઓને ન ભરપાઈ થાય તેવું નુકસાન કર્યું છે. લોકસભાની ચૂટણીમાં ભાજપે 417  ઉમેદવારો ઉભા રાખ્યા છે જેમાંથી 116 ઉમેદવારો વિવિધ પક્ષોમાંથી આવેલા છે. હરિયાણાનાં 50 ટકા ભાજપના ઉમેદવાર અન્ય પક્ષોમાંથી આવેલા છે. મુખ્ય પક્ષોમાંથી 25 આગેવાનો જેના પર ભાજપ ભ્રષ્ટાચારનો આરોપ લગાવી રહ્યા હતા તેમાંથી 23 જેટલા લોકો ભાજપના વોશિંગ મશીનમાં ધોવાઈ ગયા છે. ભાજપ પાસે વોશિગ મશીન નહિ પરતું ‘મોટી લોન્ડ્રી’ છે. મની, મેન પાવર અને મશીનરીનો દૂરઉપયોગ ભાજપ સરકાર કરી રહી છે. જે ચૂંટણી આવે ત્યારે ઉમેદવાર ખરીદવાનું કામ ચાલુ કરે છે. ભાજપ પ્રતિશોધની રાજનીતિ કરી રહી છે. 75 વર્ષમાં અનેક સરકાર બની છે, પણ કોઈ સરકારે આવી હીન કક્ષાની રાજનીતિ નથી કરી.

તેમણે કહ્યુ હતું કે, બંધારણીય સંસ્થાઓને બનાવામાં દસકો લાગે છે. તેની વિશ્વસનીયતા બનતા ઘણા વર્ષો થાય છે. બંધારણીય સંસ્થાઓના મૂલ્યોને ખતમ કરવાનો ભાજપ પ્રયાસ કરી છે. ચંદીગઢ મેયરની ચુંટણીમાં નામદાર ન્યાયાલયના ચુકાદાએ સ્થિતિ સ્પષ્ટ કરી હતી. ચુંટણીમાં ઉમેદવારો અને ટેકેદારોને તોડવાનું કામ થાય છે.  સંવિધાન, લોકતંત્ર ખતમ કરવા માટે પ્રયાસ થઈ રહ્યા છે. ઇલેક્ટોરલ બોન્ડનું 2/3 ફંડ ભાજપ શાસિત રાજ્યોમાં સ્થાપિત કંપનીઓમાંથી આવ્યું છે. ભાજપ દ્વારા વિપક્ષના નેતાઓ પર જ કેન્દ્રીય એજન્સીઓ કેસ કરી રહી છે. નેતાઓને ડરાવવા માટે ભાજપે તેમની ‘પેટર્ન રજિસ્ટર્ડ કરાવી દેવી જોઈએ,