મૈનપુરી બેઠકની પેટાચૂંટણીમાં ભાજપાએ રઘુરાજ સિંહને મેદાનમાં ઉતાર્યાં
નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીએ વિભિન્ન રાજ્યોમાં યોજાનારી લોકસભા અને વિધાનસભાની પેટાચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કર્યાં છે. ભાજપાએ ઉત્તરપ્રદેશના મૈનપુરી લોકસભા બેઠક ઉપર રઘુરાજ સિંહ શાક્યને ઉમેદવાર બનાવવામાં આવ્યાં છે. સમાજવાદી પાર્ટીના સંસ્થાપક મુલાયમસિંહ યાદવના નિધન બાદ મૈનપુરીની લોકસભાની બેઠક ખાલી પડી હતી. સમાજવાદી પાર્ટીએ આ બેઠક ઉપર મુલાયમસિંહની પુત્રવધુ ડિમ્પલ યાદવને મદાનમાં ઉતાર્યાં છે. તેમણે ઉમેદવારી ફોર્મ ભર્યું છે.
ઉત્તરાખંડમાં તાજેતરમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે સીધો જંગ જામ્યો હતો. વિધાનસભાની ચૂંટણીમાં 66 ટકાથી વધારે મતદાન થયું હતું. તેમજ ભાજપ અને કોંગ્રેસ સહિતના ઉમેદવારોએ જીતનો દાવો કર્યો હતો. 8મી ડિસેમ્બરના રોજ મતગણતરી યોજાશે. ગુજરાતમાં પણ વિધાનસભાની 182 બેઠકો ઉપર ચૂંટણીનો માહોલ જામ્યો છે. ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટીએ મેદાનમાં ઉમેદવાર ઉતાર્યાં છે. જેથી આ ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ જામ્યો છે.