Site icon Revoi.in

લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ ઉપર વિપક્ષને ઘેરવાની ભાજપાએ બનાવી ખાસ રણનીતિ

Social Share

નવી દિલ્હીઃ લોકસભામાં વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવને સ્પીકરે સ્વીકારી લીધો છે. હવે એવું માનવામાં આવી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી (BJP) આ તકનો ફાયદો ઉઠાવીને કોંગ્રેસ પર નિશાન સાધશે. ભાજપાએ વિપક્ષને પોતાના હથિયારથી હરાવવા માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. માનવામાં આવે છે કે, અવિશ્વાસ પ્રસ્તાવ પર આગામી સપ્તાહે ચર્ચા થશે. જેથી ભાજપ વિપક્ષ સામે આક્રમક વલણ અપનાવવાની તૈયારી કરી રહ્યું છે. ચોમાસુ સત્રની શરૂઆતથી જ વિપક્ષ મણિપુર મુદ્દે બંને ગૃહોમાં હંગામો કરી રહ્યું હોવાથી કાર્યવાહી થઈ રહી નહીં હોવાનું મનાઈ રહ્યું છે.

અવિશ્વાસ પ્રસ્તાવના બહાને ભાજપ હવે મોદી વિરુદ્ધ તમામથી લઈને વંશવાદી રાજકારણ સુધીના મુદ્દાઓ પર વિપક્ષને ઘેરવાની તૈયારી કરી રહ્યું છે. પીએમ નરેન્દ્ર મોદીએ ખુદ વિપક્ષ પર આકરુ વલણ અપનાવવાનો ઈરાદો વ્યક્ત કર્યો હતો. ITPO સંકુલના ઉદ્ઘાટન પ્રસંગે PM એ વિપક્ષી છાવણીને લઈને પોતાના શબ્દો દ્વારા પોતાનો ઈરાદો વ્યક્ત કર્યો હતો.

હાલમાં લોકસભામાં 543 બેઠકો છે, જેમાં પાંચ બેઠકો ખાલી છે. ભાજપના નેતૃત્વમાં એનડીએ પાસે 330 સાંસદોનું સંખ્યાબળ છે. વિપક્ષ પાસે 140 સાંસદો છે. જ્યારે 60 સાંસદો કોઈપણ પક્ષ સાથે જોડાયેલા નથી. બહુજન સમાજ પાર્ટી (BSP), YSR કોંગ્રેસે અવિશ્વાસ પ્રસ્તાવને સમર્થન ન આપવાનો નિર્ણય લેતા વિપક્ષને આ વખતે પણ આંચકો લાગવાનો છે. સંસદમાં અશ્વાસ પ્રસ્તાવ મામલે વિપક્ષને ઘેરવા માટે ભાજપાએ ખાસ રણનીતિ તૈયાર કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.