- બીજેપીએ હિમાચલ પ્રદેશની ચૂંટણી માટે યાદી જારી કરી
- બીજેપીએ 62 ઉમેદવારોના નામ જારી કર્યા
શિમલાઃ- તાજેતરમાં હિમાચલ પ્રદેશ વિધાનસભઆની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી હતી જેને લઈને બીજેપી અને કોંગ્રેસ બંન્ને પાર્ટીઓએ પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતારવાની સમગ્રે તૈયારીઓ કરી લીધી છે કોંગ્રેસે 46 નામોની યાદી જારી કરી છે તો બીજેપીએ પોતાના 62 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.આ પરથી કહી શકાય કે હવે રાજ્યમાં ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે.
ભાજપે પોતાની પ્રથમ યાદીમાં 62 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. સીએમ જયરામ ઠાકુર સિરાજથી ચૂંટણી લડશે. આ બેઠક પરની હરિફાઈ ખૂબ જ રસપ્રદ માનવામાં આવે છે, કારણ કે કોંગ્રેસ પહેલાથી જ અહીંથી ચેતરામ ઠાકુરને ઉમેદવાર જાહેર કરી ચૂકી છે. જે બાદ હવે ભાજપે પણ ઔપચારિક રીતે સીએમ જયરામ ઠાકુરના નામની જાહેરાત કરી છે. ભાજપે તેની 62 ઉમેદવારોની પ્રથમ યાદીમાં પાંચ મહિલા ઉમેદવારોને નામાંકિત કર્યા છે.
ઉલ્લેખનીય છે કે હિમાચલ પ્રદેશની 68 વિધાનસભા બેઠકો માટે 12 નવેમ્બરે મતદાન થવાનું છે, જ્યારે મતગણતરી 8 ડિસેમ્બરે થશે હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે 17 ઓક્ટોબરે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું અને નામાંકન ભરવાની છેલ્લી તારીખ 25 ઓક્ટોબર છે. ઉમેદવારી પત્રોની ચકાસણી 27 ઓક્ટોબરે થશે અને ઉમેદવારી પત્રો પરત ખેંચવાની છેલ્લી તારીખ 29 ઓક્ટોબર છે.