- ભાજપ વિશ્વનો સૌથી મહત્વપૂર્ણ રાજનિતીક દળ
- અમેરિકાના સમાચારપત્રમાં પ્રકાશિત રિપોર્ટ
દિલ્હીઃ- દેશમાં ભારતીય જનતા પાર્ટી સૌથી વિશ્વાસુ પાર્ટી અને મજબૂત પાર્ટી તરીકે પોતાની સત્તા બનાવામાં સફળ રહી છે પીએમ મોદીના અથાગ પ્રયત્નોથી ભાજપ પક્ષ મજબૂત બન્યો છે જો કે માત્ર ભારત જ આ વાત માને છે તેમ નથી વિદેશમાં પણ ભાજપને મજબૂત પક્ષ માનવામાં આવ્યો છે વિશ્વની મહાસત્તા ગણાતા અમેરિકા પણ ભાજપને મહત્વપૂર્ણ પક્ષ ગણે છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભાજપ અને આરએસએસના વરિષ્ઠ નેતાઓ અને તેમના ટીકાકારો સાથે વિસ્તૃત ચર્ચા કર્યા પછી, મને ખાતરી છે કે યુએસ અને પશ્ચિમે આ શક્તિશાળી અને જટિલ ચળવળ સાથે વધુ ઊંડાણપૂર્વક જોડાવવાની જરૂર છે. ભાજપ વિશ્વનો સૌથી મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય રાજકીય પક્ષ છે. આ દાવો હવે અમેરિકન સમાચારપત્ર ‘ધ વોલ સ્ટ્રીટ જર્નલ’ના એક અભિપ્રાય લેખમાં કરવામાં આવ્યો છે.
લેખમાં કહેવામાં આવ્યું છે કે ભારતની ભારતીય જનતા પાર્ટી અમેરિકાના હિતોની દ્રષ્ટિએ વિશ્વની સૌથી મહત્વપૂર્ણ વિદેશી રાજકીય પાર્ટી છે.આ રિપોર્આટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે સમયમાં બીજેપી ભારતમાં ઝડપથી પોતાનો દબદબો બનાવશે. તેની મદદ વગર ચીનની વધતી તાકાતને રોકવામાં અમેરિકાના પ્રયત્નો નિષ્ફળ થઇ જશે.
લેખક વાલ્ટર રસેલ મીડનું માનવું છે કે બીજેપીને ઓછી આંકવામાં આવે છે કારણ કે તે મોટાભાગે બિન ભારતીયો માટે અપરિચિત જોવા મળે છે. વોલ સ્ટ્રીટ જર્નલમાં કહેવામાં આવ્યું છે કે બીજેપીના ચૂંટણી રણનીતિમાં હિન્દુ એજન્ડા સ્પષ્ટ જોવા મળે છે. લેખમા કહેવાયું છે કે બીજેપી પશ્ચિમી ઉદારવાદના ઘણા વિચારો અને પ્રાથમિકતાઓને ફગાવે છે.
આ લેખ વોલ્ટર રસેલ મીડ દ્વારા લખાયેલ છે.લેખમાં કહેવામાં આવ્યું છે કે 2014 અને 2019માં સતત જીત બાદ ભાજપ 2024માં પણ જીતનું પુનરાવર્તન કરી રહ્યો છએ તે તેની મજબૂતાઈ દર્શાવે છે, બીજેપીની સત્માં હવે ભારત પણ એક મોટી આર્થિક શક્તિ બની રહ્યું છે, જેના કારણે જાપાનની સાથે આ દેશ પણ ઈન્ડો-પેસિફિકમાં અમેરિકાની નીતિનો મુખ્ય કેન્દ્ર બની ગયો છે.
ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીની જેમ ભાજપ પણ એક અબજથી વધુ વસ્તી ધરાવતા દેશને વૈશ્વિક મહાસત્તા બનાવવા માંગે છે. ભાજપ, ઇઝરાયેલની લિકુડ પાર્ટીની જેમ, બજાર તરફી આર્થિક દૃષ્ટિકોણ ધરાવે છે, પરંતુ લોકશાહી અને પરંપરાગત મૂલ્યો સાથે. ભલે તેની કિંમત ભાજપને એવા લોકોની નારાજગી ભોગવવી પડે કે જેઓ તેની નીતિઓને ટેકો આપતા નથી અથવા જેઓ પશ્ચિમ-કેન્દ્રિત સંસ્કૃતિને ટેકો આપે છે અને રાજકીય વર્ગમાંથી આવે છે.
આ સહીત લખવામાં આવ્યું છે કે ઉત્તરપૂર્વ ભારતના ખ્રિસ્તી બહુમતીવાળા રાજ્યોમાં તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપની જીત તેની મહત્વની જીત છે. 20 કરોડથી વધુ વસ્તી ધરાવતા ઉત્તર પ્રદેશમાં ભાજપ સરકારને શિયા મુસ્લિમોનું સમર્થન મળે છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંના કાર્યકર્તાઓ ત્યાં જાતિ ભેદભાવ સામે લડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
આથી વધુ આ આર્ટિકલમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે નજીકના ભવિષ્યમાં ભાજપ ભારતમાં મોટાભાગના નિર્ણયો લેશે અને તેની મદદ વિના ચીનની વધતી શક્તિને સંતુલિત કરવા માટે અમેરિકા દ્વારા ઉઠાવવામાં આવેલા તમામ પગલાં નબળા રહેશે.