- કર્ણાટકમાં બીજેપીએ સંકલ્પપત્ર જારી કર્યો
- ચૂંટણીને લઈને બીજેપીની ખઆસ તૈયારીઓ
બેંગલુરુઃ- કર્ણાટક વિધાનસભા ચૂંટણીની તારીખો જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ભારતીય જનતા પાર્ટી દ્રારા જનતાને રિઝવવાના સતત પ્રયત્નો થઈ રહ્યા છૈ ત્યારે હવે બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ કર્ણાટકની ચૂંટણીને લઈને આજરોજ સોમવારે સંકલ્પ પત્ર જારી કર્યું છે જેમાં રાજ્યની જનતાને અનેક વાયદાઓ કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે પીએમ મોદી પણ તાજેતરમાં કર્ણાટકની મુલાકાતે હતે અહી તેમણે જાહેર સભા અને રોડ શો કર્યા હતા બીજેપીનું સંપૂર્ણ ધ્યાન કર્ણાટકની ચૂંટણી પર છે.આજરોજ સંકલ્પ પત્ર જારી કરતા વખતે જેપી નડ્ડા સાથે સીએમ બસવરાજ બોમાઈ સહિત ઘણા નેતાઓ હાજર રહ્યા હતા.
આ સાથે જ પાર્ટીએ પાર્ટીએ યુનિફોર્મ સિવિલ કોડ નો પણ ઉલ્લેખ કર્યો છે. UCC નો અર્થ છે કે રાજ્યના દરેક નાગરિક માટે, ધર્મને ધ્યાનમાં લીધા વિના, તેના માટે સમાન કાયદો લાગુ થશે. તેના અમલીકરણ માટે એક સમિતિની રચના કરવામાં આવશે.
બીજી તરફ સંકલ્પ પ્તરમાં પાર્ટી દ્રારા સામાજિક ન્યાય ભંડોળ યોજના દ્વારા, એસસી-એસટી મહિલાઓને 10,000 રૂપિયા સુધીની FDનું વચન પણ કરાયું છે.ભાજપે પોતાના ઘોષણાપત્રમાં દરેક વોર્ડમાં અટલ આહાર કેન્દ્ર ખોલવાની પણ જાહેરાત કરી છે. રાજ્યમાં નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન પણ લાગુ કરવાનું વચન આપ્યું છે. જે અંતર્ગત ગેરકાયદેસર શરણાર્થીઓને દેશનિકાલ કરી શકાશે.
BJP National President Shri @JPNadda releases BJP's manifesto for Karnataka Assembly Election 2023. #BJPPrajaPranalike2023 https://t.co/sJmRGJpQVH
— BJP (@BJP4India) May 1, 2023
બીજેપી દ્રારા જારી કરવામાં આવેલા સંકલ્પ પ્તમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની વાત કરવામાં આવી છે. ‘પ્રજા ધ્વની’ના નામે બહાર પાડવામાં આવેલા તેના સંકલ્પ પત્રમાં, ભાજપે દરેક બીપીએલ પરિવારને દરરોજ અડધો કિલો નંદિની દૂધ અને વર્ષમાં ત્રણ વખત મફત સિલિન્ડર આપવાનો પણ વાયદો કર્યો છે.
આ સહીત બીજેપી દ્રારા જારી કરવામાં આવેલા વાયદાપત્રમાં રાજ્યની 10 લાખ જનતાને પોતાનું ઘર અપાવાનો વાયદો પણ કરવામાં આવ્યો છે,આ સાથે જ સરકારી શાળાઓને વિશ્વ કક્ષાના માપદંડો અનુસાર અપગ્રેડ કરવાનો વાયદો કરાયો છે. આ સાથે દર વર્ષે વરિષ્ઠો માટે વિનામૂલ્યે આરોગ્ય તપાસ કરાવવાની જાહેરાત પણ કરાઈ છે .