1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. બોરસદ નગરપાલિકા ભાજપે ગુમાવી, ભાજપના 14 બળવાખોર સભ્યોને સસ્પેન્ડ કરાયાં
બોરસદ નગરપાલિકા ભાજપે ગુમાવી, ભાજપના 14 બળવાખોર સભ્યોને સસ્પેન્ડ કરાયાં

બોરસદ નગરપાલિકા ભાજપે ગુમાવી, ભાજપના 14 બળવાખોર સભ્યોને સસ્પેન્ડ કરાયાં

0
Social Share

આણંદ:  જિલ્લાના બોરસદ નગરપાલિકા પ્રમુખ આરતીબેન પટેલ સામે વિપક્ષ દ્વારા અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. જેમાં ભાજપ પાર્ટી દ્વારા 20 સભ્યોને પાર્ટી લાઈન સાથે ચાલવા માટે અને પ્રમુખ તરફે મતદાન કરવા વ્હીપ આપવામાં આવ્યો હતો. તેમ છતાં ભાજપના સભ્યોએ વ્હીપનો અનાદર કરીને પક્ષની લાઈન વિરુદ્ધ મતદાન કરતા પ્રમુખ સામે કરાયેલી અવિશ્વાસની દરખાસ્ત 25 મતોથી પસાર થઇ ગઈ હતી અને ભાજપને પાલિકામાંથી સત્તા ગુમાવવી પડી છે. ભાજપ સંગઠન દ્વારા પ્રમુખ વિરુદ્ધ મતદાન કરનારા ભાજપના 14  કાઉન્સિલરોને પક્ષમાંથી સસ્પેન્ડ કરાતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ બોરસદ નગરપાલિકાનાં ભાજપનાં 14 કાઉન્સિલરોને પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા છે. આ 14 કાઉન્સિલરોએ નગરપાલિકા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્તની તરફેણમાં મતદાન કર્યું હતું. વ્હીપનો અનાદાર કરી વ્હીપની વિરૂદ્ધમાં મતદાન કર્યું હતું. જેણા કારણે જિલ્લા પ્રમુખ વિપુલ પટેલે શિસ્તભંગ બદલ સસ્પેન્ડ કર્યા હતા. ભાજપ તમામ કોર્પોરેટરને પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસે 16 અન્ય સભ્યોને સાથે રાખીને પ્રમુખ આરતીબેન પટેલ અને ઉપપ્રમુખ રણજિત પરમાર વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત મૂકી હતી. જેને લઇને ભાજપમાં હડકંપ મચી ગયો હતો. મહત્વનું છે કે બોરસદ નગરપાલિકામાં ભાજપના 20 સભ્યો, અપક્ષના 9 તેમજ કોંગ્રેસના 6 સભ્યો હતા. જ્યારે AAPનો પણ એક સભ્ય જીત્યો હતો. આમ બહુમતી ભાજપ પાસે હોવાથી બોરસદ નગરપાલિકાની સત્તા ભાજપ પાસે હતી. પરંતુ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ સામે કોંગ્રેસ દ્વારા અવિશ્વાસની દરખાસ્ત લવાતા ભાજપના જ 14 કાઉન્સિલરોએ કોંગ્રેસની દરખાસ્તની તરફેણમાં મતદાન કર્યુ હતુ.  જિલ્લા સંગઠને ભાજપના સભ્યોને વ્હીપ આપ્યા હતા. છતાં  વ્હીપનો અનાદર કર્યો હતો. જેના કારણે શિસ્તભંગના પગલા લઇને ભાજપના 14 સભ્યોને સસ્પેન્ડ કરી દેવાયા છે.

 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code