Site icon Revoi.in

આજે ‘મન કી બાત’નો 103મો એપિસોડ,કાર્યક્રમને લઈને ઉત્તર પ્રદેશમાં બીજેપીએ કરી ખાસ તૈયારીઓ

Social Share

દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે 30 જુલાઈએ ફરી એકવાર ‘મન કી બાત’ કાર્યક્રમ દ્વારા દેશવાસીઓને સંબોધિત કરવાના છે. મન કી બાતનો આ 103મો એપિસોડ છે. કાર્યક્રમનું પ્રસારણ સવારે 11 કલાકે થશે. મન કી બાતનો 102મો એપિસોડ 18 જૂને પ્રસારિત કરવામાં આવ્યો હતો. તે જ સમયે, 100મો એપિસોડ એપ્રિલમાં ટેલિકાસ્ટ કરવામાં આવ્યો હતો.

નિયમિત રીતે 23 કરોડ લોકો સાંભળે છે કાર્યક્રમ

વર્ષ 2014માં શરૂ થયેલ મન કી બાત કાર્યક્રમ દેશના કરોડો લોકો સાંભળે છે. 2015માં IIM રોહતકના અભ્યાસમાં જણાવાયું હતું કે 23 કરોડ લોકોએ આ કાર્યક્રમ નિયમિતપણે સાંભળ્યો હતો. જ્યારે દેશના 98 ટકા લોકો તેના વિશે જાણે છે. આ કાર્યક્રમ સંપૂર્ણપણે બિનરાજકીય છે.

ગોંઢામાં 2,604 બૂથ પર મન કી બાત કરવામાં આવશે પ્રસારિત 

PM મોદીના મન કી બાત કાર્યક્રમનું લાઈવ પ્રસારણ ઉત્તર પ્રદેશના ગોઢામાં લગભગ 2,604 બૂથ પર સાંભળવામાં આવશે. બીજેપી દ્વારા  ગોઢા અને કેટલાક જિલ્લામાં ચલાવવામાં આવી રહેલા જન સંપર્ક અભિયાન હેઠળ રવિવારે ગોઢા જિલ્લાના બે  2,604 બૂથ પર ટીવી અને રેડિયો દ્વારા કાર્યક્રમનું પ્રસારણ કરવાની તૈયારીઓ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે,પીએમ મોદી દ્વારા મહિનાના અંતે મન કી બાત કાર્યક્રમ કરવામાં આવતો હોય છે.ત્યારે આજે 103 માં કાર્યક્રમનું પ્રસારણ કરવામાં આવશે.સવારે 11 વાગ્યે લાઇવ પ્રસારણ કરવામાં આવશે.