1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાતમાં ભાજપના મંત્રીઓ જન આર્શીવાદ યાત્રા યોજી પ્રજાના આર્શિવાદ મેળવશેઃ પ્રદિપસિંહ વાઘેલા
ગુજરાતમાં ભાજપના મંત્રીઓ જન આર્શીવાદ યાત્રા યોજી પ્રજાના આર્શિવાદ મેળવશેઃ પ્રદિપસિંહ વાઘેલા

ગુજરાતમાં ભાજપના મંત્રીઓ જન આર્શીવાદ યાત્રા યોજી પ્રજાના આર્શિવાદ મેળવશેઃ પ્રદિપસિંહ વાઘેલા

0
Social Share

અમદાવાદઃ ભારતીય જનતા પાર્ટી દ્વારા 16ઓગસ્ટથી જન આશીર્વાદ યાત્રાની શરૂઆત કરવામાં આવનાર છે જેમાં રાજય કક્ષાના કેન્દ્રીય મંત્રીઓ 16 થી 18 ઓગસ્ટ અને કેન્દ્રના  કેબિનેટ મંત્રીઓ 19થી 21 ઓગસ્ટ દરમિયાન સરકારની કોરોનાની ગાઇડ લાઇનના નીયમોના પાલન સાથે જન આશીર્વાદ યાત્રા અંતર્ગત પ્રજાના આશિર્વાદ પ્રાપ્ત કરવા જશે. જન આશીર્વાદ યાત્રામાં 43 મંત્રીઓ જોડાશે. આ દરમિયાન 212 લોકસભા અને 19 હજારથી વધુ કિલો મીટરની યાત્રાની શરૂઆત કરવામાં આવશે. જન આશિર્વાદ યાત્રા સમગ્ર દેશના19 રાજયો અને 265 જીલ્લામાંથી પસાર થવાની છે. તેમ ગુજરાત પ્રદેશના મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાએ જણાવ્યું હતું. ગુજરાતમાં જન આશીર્વાદ યાત્રાની જવાબદારી પ્રદિપસિંહ વાઘેલાને સોંપવામાં આવી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી માને છે કે મંત્રી મંડળના દરેક મંત્રીઓ લોકો સાથે સંકળાયેલા હોવા જોઇએ દેરક નાગરીકોને મંત્રીઓ સાથે પોતીકાપણાની ભાવનાઓનો અનુભવ થાયે તે હેતુથી જન આશિર્વાદ યાત્રા નીકાળવામાં આવશે. તાજેતરમાં ભારત સરકારની અંદર દેશમા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારમાં મંત્રી મંડળનું વિસ્તરણ થયું છે. 50 ટકા નવા ચહેરાઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્થાન આપી વિકાસના કામો કરવાની તક આપી છે. 4 પૂર્વ મુખ્યમંત્રી, પાંચ નોર્થ ઇસ્ટમાંથી કેબિનેટની અંદર મિનિસ્ટર, 18 જેટલા એવા મંત્રીઓ છે કે જેઓ ભૂતકાળમાં અલગ અલગ રાજયોની અંદર રાજય સરકારમા મંત્રી તરીકે સેવા બજાવતા હતા. 23 મંત્રીઓએ 3 ટર્મથી વધારે સાંસદ તરીકે સેવા આપી છે 39 મંત્રીઓ ભૂતકાળમાં ધારાસભ્ય તરીકે અલગ અલગ રાજયમા સેવા આપી છે. 46 જેટલા મંત્રીઓ રાજય સરકારમાં રાજય કક્ષાના મંત્રીઓ તરીકે સેવા આપી છે. 7 પૂર્વ આઇએસ અધિકારીઓ, 6 ડોકટર  અને 5એન્જિયર અને 3 માસ્ટર ડિગ્રી ધરાવે છે અને 13 એડવોકેટ અને 68 મંત્રીઓ ગ્રેજયુએટ છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે, 40 જેટલા નવા ચેહારઓને દેશના અગલ અગલ રાજયોમાંથી મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે. આ તમામ મંત્રીઓને જનતાના આશીર્વાદ લેવા માટે પોતાના મતવિસ્તાર સિવાય અલગ અલગ વિસ્તારમાં જઇ જન આશિર્વાદ મેળવશે. ગુજરાતના પાંચેય આગેવાનો 16 થી 21 દરમિયાન ગુજરાતની જનતા વચ્ચે જશે. દર્શનાબેન જરદોશની યાત્રા 15મી ઓગસ્ટથી કરમસદથી  શરૂ થશે અને સુરત ખાતે પૂર્ણ થશે. દેવુસિંહ ચૌહાણની યાત્રા 16મી ઓગસ્ટથી પાલનપુરથી શરૂ થશે અને નડિયાદ ખાતે પૂર્ણ થશે. ડૉ. મહેન્દ્ર મુંજપરાજીની યાત્રા પણ 16 ઓગસ્ટથી અમદાવાથી શરૂ થશે અને સુરેન્દ્રનગર ખાતે પૂર્ણ થશે,  ડૉ. મનસુખભાઇ માંડવીયાજીની યાત્રા 19 ઓગસ્ટથી રાજકોટથી શરૂ થશે અને ભાવનગર ખાતે પૂર્ણ થશે અને પરષોત્તમ રૂપાલાજીની યાત્રા 19 ઓગસ્ટથી ઉંઝાથી શરૂ થશે અને અમરેલી ખાતે પૂર્ણ થશે. જન આશિર્વાદ યાત્રાના માધ્યમથી 26 જીલ્લાંમાં પ્રવાસ કરશે 81 જેટલી વિધાનસભા અને 18 લોકસભા વિસ્તારમા જઇ પ્રજાના આશીર્વાદ મેળવશે. યાત્રાના રૂટમાં આવતા  તમામ ધાર્મિક સ્થળોએ દેવી દેવતાઓ સહિત સંતો અને મંહતોના દર્શન કરી આશિર્વાદ મેળવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code