નવી દિલ્હીઃ કર્ણાટકની એક કોલેજથી શરૂ થયેલો હિજાબ વિવાદ યુપી સહિત દેશના અનેક રાજ્યોમાં પહોંચ્યો છે. આ દરમિયાન યુપીના ઉન્નાવના બીજેપી સાંસદ સાક્ષી મહારાજે કહ્યું છે કે કાયદો બનાવીને દેશભરમાં હિજાબ પર પ્રતિબંધ લગાવવો જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે યુપી ચૂંટણીમાં વિપક્ષ આ વિવાદને લઈને આવ્યો છે.
બીજેપી સાંસદ સાક્ષી મહારાજે ઉન્નાવની ગદન ખેરા પ્રાથમિક શાળામાં મતદાન કર્યા પછી કહ્યું કે, “વિપક્ષો હિજાબનો મુદ્દો ચૂંટણીમાં લાવ્યા છે. કર્ણાટકમાં આ નિયમ (યુનિફોર્મ માટે) બનાવવામાં આવ્યો હતો, લોકોએ તેનો વિરોધ કર્યો હતો. પરંતુ હું માનું છું કે કાયદો બનાવીને દેશભરમાં હિજાબ પર પ્રતિબંધ મૂકવો જોઈએ.
ભાજપની જીતનો દાવો કરતા ભાજપના સાંસદે કહ્યું કે, “ભાજપ ઉન્નાવની તમામ 6 બેઠકો જીતશે. મેં જે પ્રચાર કર્યો છે તેના આધારે હું કહી શકું છું કે સીએમ યોગી 2017નો પોતાનો જ રેકોર્ડ તોડીને સરકાર બનાવશે. મને લાગે છે કે સીટોની સંખ્યા 350 સુધી જઈ શકે છે.
(Photo-File)