Site icon Revoi.in

ગુજરાતમાં શિક્ષણના સ્તરને લઈને ભાજપના જ સાંસદે કર્યું ચોંકાવનારુ નિવેદન

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી ભાજપનું શાસન છે. એટલું જ નહીં છેલ્લા કેટલાક વર્ષોમાં શિક્ષણનું સ્તર કથળ્યાના દાવા સાથે કોંગ્રેસ દ્વારા શિક્ષણના ખાનગીકરણ અંગે આક્ષેપ કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન હવે ભાજપના સાંસદે જ રાજ્યમાં શિક્ષણનું સ્તર કથળ્યાનું કહેતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે.

નર્મદા જિલ્લાના જીતગઢમાં એક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવા પણ ઉપસ્થિત રહ્યાં હતા. દરમિયાન નર્મદામાં શિક્ષણનું સ્તર ઘટ્યાનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, આઈપીએસ અને આઈએએસ સહિતની જીપીએસસીની પરીક્ષામાં ગણતરીના વિદ્યાર્થીઓ જ ઉતીર્ણ થાય છે. એટલું જ નહીં ક્લાસ વન અધિકારીની પરીક્ષામાં સૌથી વધારે ઉત્તર ભારતના લોકો ઉતીર્ણ થાય છે. ગુજરાતની સરકારની ટીકા નથી કરતો પરંતુ શિક્ષણનું સ્તર નબળુ હોવાનું મારુ નામવું છે.

આમ ગુજરાતમાં શિક્ષણના સ્તરને લઈને કોંગ્રેસના દ્વારા સરકાર ઉપર કરવામાં આક્ષેપ વચ્ચે હવે ભાજપના સાંસદે જ શિક્ષણના સ્તરને લઈને સવાલો કરતા ખળભળાટ મચી ગયો છે. બીજી તરફ છેલ્લા કેટલાક વર્ષોથી કોંગ્રેસ દ્વારા શિક્ષણના ખાનગીકરણ અને શિક્ષણના સ્તરને લઈને સરકાર પર આક્ષેપ કરવામાં આવી રહ્યાં છે. હવે કોંગ્રેસના સૂરમાં જ ભાજપના સાંસદે પણ સૂર પુરાવતા શિક્ષણના સ્તરને લઈને અનેક સવાલો ઉભા થયાં છે.