ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શંકરાચાર્ય સાથે કરી તુલના, શ્લોક સંભળાવતા બોલ્યા- કર્મપ્રધાન વિશ્વ કરી રાખા
નવી દિલ્હી: ઝારખંડના ગોડ્ડાથી ભાજપના સાંસદે નિશિકાંત દુબેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરખામણી શંકરાચાર્ય સાથે કરી છે. તેમણે કહ્યુ છે કે જે પ્રકારે શંકરાચાર્ય સમાજ માટે જીવે છે, પીએમ મોદી પણ આવી જ રીતે જીવે છે. અયોધ્યામાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પર બે શંકરાચાર્યો દ્વારા સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. ત્યારે ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શંકરાચાર્ય સમાન ગણાવ્યા છે.
ગોડ્ડાથી સાંસદ દુબેએ કહ્યુ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ શંકરાચાર્ય જેવું જીવન જીવે છે અને પ્રાણપ્રતિષ્ઠાથી પહેલા કઠિન તપ કરી રહ્યા છે. સાંસદે ત્રેતાયુગના કેટલાક પ્રસંગોનો ઉલ્લેખ કરીને આ વાત કહી છે. નિશિકાંત દુબેએ કહ્યુ છે કે ત્યારે કર્મ જ મુખ્ય હતું, તો તેમાં શંકરાચાર્યની પદ્ધતિ હોય, શંકરાચાર્યજી ક્યાં આધાર પર ઘણાં સમ્માનિત છે, શંકારાચાર્ય પરંપરાનું આપણે ઘણું સમ્માન કરીએ છીએ. પરંતુ ક્યાં આધારે શંકરાચાર્યજી માનનીય પ્રધાનમંત્રી, જેમ શંકરાચાર્યજી એકલા રહે છે, સમાજ માટે જીવે છે, પ્રધાનમંત્રી પણ તેવી રીતે છે. જે પ્રકારે અનુષ્ઠાન માટે 11 દિવસના ઉપવાસ કરવા જોઈએ, ઉપવાસ કરી રહ્યા છે. 17-18 બાદ તે પલંગ પર પણ નહીં સુવે. તેમણે નીચે સુવાનો નિર્ણય કર્યો છે. જે એક તપસ્વીનું જીવન હોય છે, તે હોય છે.
મહત્વપૂર્ણ છે કે 22 જાન્યુઆરીએ અયોધ્યામાં નવનિર્મિત રામમંદિરમાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠા થવા જઈ રહી છે. પરંતુ તેમાં ચારમાંથી એકપણ શંકારાચાર્ય સામેલ થઈ રહ્યા નથી. જ્યોતિર્પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ મંદિર નિર્માણને અધૂરું ગણાવતા હાલ પ્રાણપ્રતિષ્ઠા પર સવાલ ઉઠાવ્યો ચે.
તો કર્ણાટકમાં આવેલા શ્રૃંગેરી મઠ, ગુજરાતના દ્વારકાની શારદા પીઠ, ઉત્તરાખંડ સ્થિત જ્યોતિર્પીઠ અને ઓડિશા ખાતે ગોવર્ધન પીઠના શંકરાચાર્યો દ્વારા પ્રાણપ્રતિષ્ઠા સમારંભમાં સામેલ નહીં થવાની ઘોષણા કરવામાં આવી છે. જો કે ચારેય શંકરાચાર્યોએ એકસૂરમાં કહ્યુ છે કે પ્રાણપ્રતિષ્ઠા પર કોઈ વાંધો નથી.