Site icon Revoi.in

ભાજપના સાંસદ રાજેશ ચૂડાસમાનો હુંકાર, પક્ષના મને જે નડ્યા છે, એને હું એમને છોડવાનો નથી

Social Share

અમદાવાદઃ જૂનાગઢ લોકસભા બેઠક પર ત્રીજી વાર વિજેતા બની હેટ્રિક લગાવનાર ભાજપના સાંસદ રાજેશ ચુડાસમાએ પ્રાંચી ખાતે યોજાયેલા અભિવાદન સમારોહમાં એવો હુંકાર કર્યો હતો કે, ‘આ લોકસભા ચૂંટણીમાં મને જે નડ્યા છે. તેનો ભારતીય જનતા પાર્ટી હિસાબ કરે કે ના કરે પરંતુ હું આગામી પાંચ વર્ષ કોઈને મૂકવાનો નથી’. સાંસદના આ નિવેદનથી ભાજપના કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળી હતી.

લોકસભાની ચૂંટણીમાં જુનાગઢ બેઠકથી ચૂંટાયેલા ભાજપના સાંસદ રાજેશ ચુડાસમાએ પ્રાંચી ખાતે યોજાયેલા તેમના સન્માન સમારોહમાં મંચ પરથી કહ્યું કે, 5 વર્ષ મને જે નડ્યા છે એમને મુકવાનો નથી. ભાજપ હિસાબ કરે  ન કરે હુ મુકવાનો નથી. સાંસદ ચૂડાસમાના આ નિવેદનથી પક્ષના કાર્યકર્તાઓમાં ભારે વિરોધ ઊભો થયો છે. રાજેશ ચૂડાસમાએ તેમના રાજનૈતિક વિરોધીઓ માટે જે ભાષાનો પ્રયોગ કર્યો છે તેને લઇને ચર્ચા ઉઠી છે. જાહેર મંચ પરથી તેમણે વિરોધીઓને જોઈ લેવાની ખુલ્લી ધમકી આપી છે.

પ્રાચી ખાતે ધારાસભ્ય ભગવાન બારડ દ્વારા આયોજિત અભિવાદન કાર્યક્રમમાં તેમણે ધમકીભર્યુ નિવેદન આપ્યું હતુ. તેમણે વિરોધીઓ પર નિશાન તાકતા કહ્યું કે, 5 વર્ષ જે લોકો મને નડ્યા છે તેમને હું છોડવાનો નથી, પાર્ટી તેમની સામે કાર્યવાહી કરે કે ન કરે પરંતુ હું તેમને છોડવાનો નથી. મારા ખાલી પત્રથી જિલ્લાઓમાં બદલીઓ થઈ જાય છે.

અત્રે ઉલ્લેખનિય છે. કે, જુનાગઢની બેઠક પરથી રાજેશ ચૂડાસમાને ટિકિટ આપવાની હતી ત્યારે ભાજપમાંથી વિરોધ જાગ્યો હતો. તત્કાલિન સમયે જુનાગઢ ભાજપના એક અગ્રણીએ પ્રદેશ અધ્યક્ષ સી. આર પાટીલને એક પત્ર લખ્યો હતો. તેમણે આ પત્રમાં ગીર-સોમનાથ સંસદીય વિસ્તારના ઉમેદવાર રાજેશ ચુડાસમાને ફરીવાર રિપિટ ન કરવા રજુઆત પણ કરી હતી. વેરાવળના ડો અતુલ ચગ આપઘાત પ્રકરણમાં પણ રાજેશ ચુડાસમાનું નામ જોડાયું હતુ, જેથી તેમને ઉમેદવાર તરીકે બદલવા માંગ ઉઠી હતી. ત્યારબાદ પાર્ટીનો આદેશ થતાં તમામ કાર્યકર્તાઓ રાજેશ ચુડાસમાને જીતાડવા કામે લાગ્યા હતા. લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના  હીરા જોટવાને 4,44,156 મત મળ્યા હતા, જ્યારે ​રાજેશ ચુડાસમા (ભાજપ)ને 5,78,516 મત મળ્યા હતા. એટલે ભાજપના રાજેશ ચુડાસમાનો 1,34,360 મતથી વિજય થયો હતો,