Site icon Revoi.in

ભાજપના સાંસદ રામ મોકરિયાનો આક્ષેપ, ફાયર NOC મેળવવા મારેપણ 70 હજાર આપવા પડ્યા હતા

Social Share

રાજકોટઃ શહેરમાં ગેમ ઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડે 28નો ભોગ લીધો છે. ત્યારે ફાયર સેફટીથી માંડીને પોલીસ પરમિશન સામે પણ સવાલો ઊઠી રહ્યા છે. આરએમસીના ભ્રષ્ટ અધિકારીઓ પર પણ આંગળી ચિંધાઈ છે. ત્યારે રાજકોટ ભાજપના સાંસદ રામ મોકરિયાએ  ફાયર વિભાગમાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરીને મોટો ખુલાસો કર્યો છે. મોકરિયાને પણ ફાયર એનઓસી મેળવવા માટે 70 હજારની લાંચ આપવી પડી હતી. જોકે સાસદ બન્યા બાદ ફાયરના અધિકારીએ લીધેલી લાંચ પરત કરી હતી.

રાજકોટ ગેમઝોન અગ્નિકાંડથી તંત્ર સામે સવાલો ઊઠી રહ્યા છે. ત્યારે ભાજપના સાંસદ રામ મોકરિયા મોટો ખુલાસો કર્યો છે. રામ મોકરિયાએ પોતે ફાયર એનઓસી સર્ટિફિકેટ માટે મ્યુનિ.કોર્પોરેશનના ફાયર ઓફિસરને 70 હજાર આપ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. રામ મોકરિયાએ આરએમસીના ફાયર વિભાગના ડેપ્યુટી ઓફિસરને ફાયર એનઓસી સર્ટિફિકેટ માટે 70 હજાર આપ્યા હોવાનો દાવો કર્યો છે. રાજકોટ ભાજપ સાંસદે  કહ્યું હતું કે ‘હા મારી પાસેથી રૂપિયા લેવામાં આવ્યા હતા.’ રામભાઈ મોકરીયા જ્યારે ફક્ત બિઝનેસમેન હતા ત્યારે 150 ફૂટ રીંગ રોડ પર બાંધકામ માટેના ફાયર એનઓસી માટે આ 70 હજાર રૂપિયા લેવામાં આવ્યા હતા. જો કે રામભાઈ મોકરીયા બાદમાં સાંસદ બન્યા ત્યારે ડેપ્યુટી ફાયર ઓફિસરે કવરમાં 70 હજાર નાખી રામભાઈ મોકરીયાને પરત આપી દીધા હતા.

રાજકોટ ગેમઝોન આગકાંડમાં નિર્દોષોનો ભોગ લેવાયો છે. લોકોના જીવની પરવાહ કર્યા વગર પાલિકાનું ફાયર વિભાગ કેવી રીતે ભ્રષ્ટાચાર આચરે છે તેનો પુરાવો ભાજપના રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ આપ્યો છે. મોકરિયાએ પ્લાન નક્કી કરવા માટે 70 હજાર ચૂકવ્યા હોવાનું જણાવ્યું હતું. પણ, આગળ મોકરિયાએ કહ્યું હતું કે, રૂપિયા આપવા છતા મારો પ્લાન મંજૂર થયો ન હતો. બાદમાં હું સાંસદ બન્યો, એટલે મેં ફાયર ઓફિસર  ફોન કર્યો હતો. તેથી તેમને બ્રહ્મજ્ઞાન થતા તેમણે મારા રૂપિયા પરત કર્યા હતા.